OPEN IN APP

Naveen-Ul-Haq: નવીન ઉલ હકે શરૂ કરેલો વિવાદ તેને જ ભારે પડ્યો, મંબઈના ખેલાડીઓએ બરાબરનો ટ્રોલ કર્યો

By: Jagran Gujarati   |   Updated: Thu 25 May 2023 01:36 PM (IST)
ipl-2023-naveen-ul-haq-trolled-by-mumbai-indians-players-funny-poses-by-placing-mangoes-on-the-table-after-lsg-defeated-in-eliminator-against-mi-136196

Naveen-Ul-Haq: લખનઉનો ખેલાડી નવીન ઉલ હક આઈપીએલની આ સિઝનમાં ભારે વિવાદમાં રહ્યો છે. આરસીબી અને વિરાટ કોહલી સામેના તેના નખરાના કારણે તે ચર્ચામાં રહ્યો છે. તેમાય મુંબઈ સામેના એલિમિનેટર મેચમાં લખનઉનો 81 રને પરાજય થયા બાદ નવીન ઉલ હક ભારે ટ્રોલ થયો હતો.

જીત બાદ મુંબઈના ત્રણ ખેલાડીઓની કેરી સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ હતી. મુંબઈના ખેલાડી સંદીપ વોરિયરે ઈન્ટાગ્રામ પર કેરીની એક તસવીર પોસ્ટ કરી હતી. ટેબલ પર ત્રણ કેરી પડી છે અને ત્રણ ખેલાડી સંદીપ, વિષ્ણુ વિરોન અને કુમાર કાર્તિકેય બેઠા છે. સાથે તેઓ ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ ખોટું ન બોલો, ખોટું ન જુઓ અને ખોટું ન સાંભળોનો પોઝ આપી રહ્યા છે. સાથે મજેદાર કમેન્ટ પણ લખી હતી કે મેંગો સ્વીટ સિઝન. જોકે બાદમાં આ પોસ્ટને ડિલિટ કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો ભારે વાઈરલ થઈ ગઈ હતી.

વાસ્તવમાં આ મેંગોવાળો વિવાદ નવિન ઉલ હકે શરૂ કર્યો હતો. જ્યારે બેંગ્લોર મેચ હારી ગયું હતું ત્યારે નવીન ઉલ હકે એવી રીતની પોસ્ટ શેર કરી હતી કે ટેબલ પર મેંગો હોય અને આગળ વીડિયો બેંગ્લોરની હારનો હોય. આ વીડિયોની ભારે ટિક્કા પણ થઈ હતી. પરંતુ હવે આરસીબીના ચાહકોએ નવીન ઉલ હકને બરાબર ટ્રોલ કર્યો છે.

મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 8 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રિને 41, સૂર્યકુમાર યાદવે 33 અને તિલક વર્માએ 26 રન બનાવ્યા હતા. લખનઉ વતી નવીન ઉલ હકે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. સ્ટોઈનિસે સૌથી વધારે 40 રન કર્યા હતા. આકાશ માધવલે 5 વિકેટ ઝડપી હતી. મુંબઈનો 81 રને વિજય થયો હતો.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.