MI vs GT: IPL 2023માં ગઈકાલની મેચમાં ગુજરાતનો 62 રને વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ રહેલો શુભમન ગિલ ચારે બાજુ છવાઈ ગયો હતો. તેણે 60 બોલમાં 129 રન બનાવ્યા હતા. જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા છે. મુબઈનો એકપણ બોલર ગિલ સામે ચાલ્યો હતો અને તેણે મેદાનની દરેક બાજુએ રનનો વરસાદ કર્યો હતો. ગિલની સદી બાદ વિરાટ કોહલીનું રિએક્શન પણ સામે આવ્યું છે.
વિરાટ કોહલીએ ઈન્ટાગ્રામ સ્ટોરી પર શુભમન ગિલને લઈને કરેલી પોસ્ટ વાઈરલ થઈ ગઈ છે. કોહલીએ આ સ્ટોરીમાં કોઈ શબ્દ તો લખ્યા નથી પરંતુ શુભમન ગિલની તસવીર મૂકીને ઉપર સ્ટારનો સિમ્બોલ મૂક્યો છે. ગિલના આ પ્રદર્શનને જોઈને કોઈ શબ્દોની જરૂર પણ નથી. કોહલીનું આ રિએક્શન ભારે વાઈરલ થઈ રહ્યું છે.
Virat Kohli reacts to Shubman Gill's record 129-run knock #ShubmanGill #IPL2023 pic.twitter.com/6ajb2bgh7N
— The Game Changer (@TheGame_26) May 26, 2023
શુભમન ગિલની સતત ચાર ઈનિંગમાં આ ત્રીજી સદી છે. આવું કરનાર તે વિશ્વનો બીજો બેટ્સમેન અને ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સિદ્ધિ પહેલા 2014માં માઈકલ ક્લિંગરે મેળવી છે.
આ સાથે ઓરેન્જ કેપની યાદીમાં પણ ગિલ નંબર વન પર આવી ગયો છે. 16 મેચમાં તેના 851 રન બની ગયા છે. ફાફ ડુ પ્લેસિસ જે લાંબા સમયથી નંબર વન પર હતો તે નંબર બે પર જતો રહ્યો છે. ડુપ્લેસિસે 14 મેચમાં 730 રન બનાવ્યા છે.
મેચમાં શું થયું?
ટોસ જીતીને બોલિંગ લેવી મુંબઈને મોંઘી પડી હતી. કારણ કે પ્રથમ બેટિંગ કરતા ગુજરાતના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. ગુજરાતે 3 વિકેટના નુકસાને 233 રન કર્યા હતા. જેમાં શુભમન ગિલે 129 રન કર્યા હતા. સાઈ સુદર્શને 43 રન કર્યા હતા. જવાબમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. 18.2 ઓવરમાં 171 રન પર મુંબઈ ઓલ આઉટ થઈ ગયું હતું. 62 રને ગુજરાતની જીત થઈ હતી. ફાઈનલ રવિવારે રમાશે.