Virat Kohli Fined: IPL 2023ની 24મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ના બેટ્સમેન વિરાટ કોહલી કઈ ખાસ રન ન બનાવી શક્યો. તેની ટીમ પણ હારી ગઈ, પરંતુ આ પછી પણ વિરાટ કોહલીને ઝટકો લાગ્યો છે. કોહલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેણે CSK સામેની મેચ દરમિયાન IPLના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
કોહલીએ ગુનો કબૂલ કર્યો
RCBના બેટ્સમેન વિરાટ કોહલીને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની IPL 2023 ની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે, IPL દ્વારા જાહેર કરાયેલ એક મીડિયા રીલીઝમાં જણાવવામાં આવ્યું છે. મેચ ફીના 10 ટકાનો દંડ લાદવામાં આવ્યો છે. કોહલીએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે.
કારણ અકબંધ
IPL આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. આવી સ્થિતિમાં, તેના પર વધુ સુનાવણી નહીં થાય, પરંતુ તેણે મેચ ફીના 10 ટકા દંડ ભરવો પડશે. વિરાટ કોહલીને કયા કારણોસર દંડ ફટકારવામાં આવ્યો છે તેની માહિતી સામે આવી નથી.
મેચમાં શું થયું?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને IPL 2023ના એક રામાંચક મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 8 રનથી હરાવી દીધું છે. બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં CSKએ RCBને જીતવા માટે 227 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેઓ ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ છતા ટાર્ગેટ સુધી પહોંચી શક્યા ન હતા. મેક્સવેલે 76 અને ડુ પ્લેસિસે 62 રનની ઈનિંગ રમી.
CSK આ જીતની સાથે જ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે આવી ગઈ છે. ચેન્નાઈ સુપરકિંગ્સે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને બે મેચમાં હાર મળી છે. તો RCB પાંચમાંથી બે મેચ જીતીને સાતમા નંબરે કાયમ છે. પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે રાજસ્થાન રોયલ્સ છે જેને પાંચમાંથી ચારમાં જીત મેળવી છે.