Mukesh Kumar: ભારતમાં સતત નજરઅંદાજ થયા બાદ મુકેશ કુમારે પકડ્યો ઈંગ્લેન્ડની ટીમનો હાથ, વાંચો શું કહ્યું?

મુકેશ પહેલા ઘણા અન્ય ભારતીય ખેલાડઓ આ સમયે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યા છે. જેમા યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, માનવ સુથાર જેવા નામ સામેલ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 15 Sep 2026 03:36 PM (IST)Updated: Tue, 15 Sep 2026 03:36 PM (IST)
indian-bowler-mukesh-kumar-signs-nottinghamshire-county-championship
મુકેશ કુમાર

Mukesh Kumar News: સતત સિલેક્ટર્સ દ્વારા નજરઅંદાજ કરવામાં આવી રહેલા બોલર મુકેશ કુમારે ઈંગ્લેન્ડ જવાનો નિર્ણય લીધો છે. અહીં તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. 32 વર્ષના આ બોલરે નોટિંગહામશાયરે પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

મુકેશ પહેલા ઘણા અન્ય ભારતીય ખેલાડઓ આ સમયે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યા છે. જેમા યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, માનવ સુથાર જેવા નામ સામેલ છે. આ દરેકને T-20 સીરીઝમાં પસંદ કરવામાં આવ્યા નથી અને એવામાં આ દરેક લાલ બોલની રમતને આગળ વધારવા ઈંગ્લેન્ડમાં મહેનત કરી રહ્યા છે.

મુકેશ કેમ ખુશ છે?

કાઉન્ટીમાં રમવા માટે મુકેશ ઘણો ઉત્સાહિત છે. તે જાણે છે કે, ફાસ્ટ બોલર માટે ઈંગ્લેન્ડ બેસ્ટ જગ્યા છે. જ્યાં તે પોતાની રમત આગળ લઈ જઈ શકે છે. એક નિવેદનમાં મુકેશે કહ્યું છે કે, સીઝનના આ મહત્વના સમયમાં નોટિંગહામશાયરની સાથે કરાર કરી ખૂબ ખુશ છે. હું ઈંગ્લેન્ડ પહોંચવા અને કાઉન્ટી ક્રિકેટમાં પોતાને ઓળખવા તૈયાર છું.

તેમણે કહ્યું, હું ઇચ્છુ છું જેટલું બી શકે એટલું યોગદાન આપવા માગું છું, મારી કોશિશ નોટિંગહામશાયરને સફળતા અપાવવાની રહેશે. વધુમાં કહ્યું કે, હું નવા કોચ અને ટીમના લોકો સાથે રમવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

નોંધનીય છે કે, મુકેશ ભારતમાં તેની છેલ્લી છેલ્લી મેચ જુલાઈ 2024માં ટી-20 મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. ત્યારથી તે ટીમ ઇન્ડિયાની બહાર છે. તેમણે અત્યાર સુધી ભારત માટે ત્રણ ટેસ્ટ, 6 વનડે અને 17 ટી-20 રમી છે. ટેસ્ટમાં તેમણે સાત, વનડેમાં પાંચ અને ટી-20માં 20 વિકેટ લીધી છે. મુકેશની કોશિશ હશે કે, અહીં તે સારું પ્રદર્શ કરે અને સિલેક્ટરોનું ધ્યાન પોતાના તરફ ખેંચે.