India vs WI ODI Squad: ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રોમાંચક સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરવાની છે. આ સિરીઝ માટે બીસીસીઆઈ (BCCI) અને મુખ્ય પસંદગીકાર અજીત આગરકરની આગેવાની હેઠળ નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં વનડે અને ટી-20 ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે, તો કેટલાક યુવા ખેલાડીઓને તેમની મહેનતનું મોટું ઈનામ મળ્યું છે.
હાર્દિક પંડ્યા અને ઋષભ પંતને આંચકો
આ જાહેર થયેલી વનડે ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતનું નામ ન હોવાથી ચાહકોમાં નિરાશા ફેલાઈ છે.
હાર્દિક પંડ્યા: જોકે હાર્દિક આગામી 20 સપ્ટેમ્બર સુધીમાં ફિટ જાહેર થઈ શકે છે, પરંતુ નેશનલ સિલેક્શન કમિટી તેને સીધો ટીમમાં લેવાને બદલે પહેલા ભારત 'A' માટે 10 ઓવર બોલિંગ કરીને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે શરત રાખી છે. ફિટનેસ પૂરવાર કર્યા બાદ જ તેના પર આગળ વિચાર કરવામાં આવશે.
રવિન્દ્ર જાડેજાની વાપસી: અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વનડે ટીમમાં શાનદાર વાપસી થઈ છે, જે ટીમ મિડલ ઓર્ડરમાં અનુભવ પૂરો પાડશે.
આકિબ નબી અને નમન ધીર બન્યા ટીમ ઈન્ડિયાના નવા ચહેરા
આ સિરીઝ દ્વારા કેટલાક યુવા ખેલાડીઓનું કિસ્મત ચમક્યું છે.
નમન ધીર: પંજાબના યુવા ઓલરાઉન્ડર નમન ધીરને ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ માટે આપેલા શાનદાર પ્રદર્શનનું મોટું ઈનામ મળ્યું છે.
આકિબ નબી: જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીએ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં 'સરે' (Surrey) તરફથી રમતી વખતે ઘાતક પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેને પહેલીવાર ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની ટીમ
વનડે સ્ક્વોડ
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ અને નમન ધીર.
ટી-20 સ્ક્વોડ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ રોમાંચક પ્રવાસની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. આ ટૂર દરમિયાન કુલ 3 વનડે અને 5 ટી-20 મેચોની શ્રેણી રમાશે, જેનો પહેલો મુકાબલો તિરુવનંતપુરમ (Thiruvananthapuram) ખાતે યોજાશે. આ સિરીઝ સિલેક્ટર્સ માટે યુવા ટેલેન્ટને પરખવાની સાથે આગામી ટૂર્નામેન્ટ્સ માટે બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત કરવાની સુવર્ણ તક છે.
