IND vs WI 2nd T20: ભારત-વેસ્ટ ઈન્ડિઝ માટે 'કરો યા મરો' સમાન ટી20 મેચ; પીચ રિપોર્ટ, હેડ-ટુ-હેડ આંકડા સહિત જાણો તમામ વિગતો

IND vs WI 2nd T20 Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ 9 ઓક્ટોબર, શુક્રવારે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Oct 2026 11:24 AM (IST)Updated: Thu, 08 Oct 2026 11:24 AM (IST)
india-vs-west-indies-2nd-t20-match-key-details-ind-vs-wi-head-to-head-record-ranchi-jsca-stadium-pitch-report
IND vs WI 2nd T20 Preview

IND vs WI 2nd T20 Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચ 9 ઓક્ટોબર, શુક્રવારના રોજ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે. પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટે વિજય મેળવી 1-0થી સરસાઈ મેળવી છે. જાણો ક્યાં અને ક્યારે રમાશે બીજો T20 મુકાબલો તથા ભારત અને વેસ્ટ ઈન્ડિઝના હેડ-ટુ-હેડ આંકડા સાથે JSCA સ્ટેડિયમનો પીચ રિપોર્ટ.

પ્રથમ T20માં ભારતની જીત, 1-0થી શ્રેણીમાં આગળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે પોતાના નામે કરી લીધી હતી. પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 171 રન બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર સદીની મદદથી માત્ર 15 મી ઓવરમાં જ વિજયી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમ શ્રેણીમાં 1-0 થી આગળ થઈ ગઈ છે.

IND vs WI 2nd T20: ક્યાં અને ક્યારે રમાશે મેચ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ ખાતે 9 ઓક્ટોબર, શુક્રવારના રોજ રમાશે. આ મેચમાં સાંજે 6:30 વાગ્યે ટોસ થશે, જ્યારે મુકાબલાની શરૂઆત સાંજે 7:00 વાગ્યે થશે.

IND vs WI T20 Head to Head: કોણ મારશે બાજી?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં કુલ 32 વખત ટક્કર થઈ છે. આ દરમિયાન 21 મેચ ભારતીય ટીમે જીતી છે, જ્યારે 10 મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને જીત મળી છે. આ સિવાય એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

રાંચીના JSCA સ્ટેડિયમનો પીચ રિપોર્ટ (Pitch Report)

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ રાંચીના JSCA આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનો માટે સાનુકૂળ રહેશે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનું આ હોમ ગ્રાઉન્ડ છે. આ મેદાન પર બોલરોની સારી એવી ધોલાઈ થઈ શકે છે, અને ચાહકોને ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે.

IND vs WI T20 Series: બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોડ

ભારતીય ટીમ (India T20 Squad): શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ (West Indies T20 Squad): શાહ હોપ (કેપ્ટન, વિકેટકીપર), જ્વેલ એન્ડ્ર્યુ (વિકેટકીપર), આમિર જાંગૂ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અકીલ હોસેન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ અને શમાર સ્પ્રિંગર.