India vs New Zealand 2nd T20 Live Score: ભારત અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે આજે બીજી T20I મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચને ભારતે 4 વિકેટે જીતી લીધી છે. 181 રનના ટાર્ગેટને ભારતીય ટીમે એક બોલ બાકી હતો ત્યાં 6 વિકેટના નુકસાને હાસલ કરી લીધો છે. તિલક વર્માએ 26 બોલમાં 51 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેનો સાથ આપ્યો હતો. નીતિશ રેડીએ જેણે 13 બોલમાં 26 રન બનાવ્યા હતા. પહેલી ટી20 મેચ પણ ભારતે 4 વિકેટે જીતી હતી. 5 ટી20 મેચની સિરીઝમાં ભારતે 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
નમન ધીર પણ આઉટ, ભારતનો સ્કોર 129
15મી ઓવરના પાંચમા બોલ પર નમન ધીર કેચ આઉટ થયો છે. આ સાથે ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. હાલ ભારત તરફથી તિલક વર્મા અને નિતિશ રેડ્ડી ઈનિંગ સંભાળી રહ્યા છે. ભારતને મેચ જીતવા માટે 20 બોલમાં 49 રનની જરુર છે.
11ની ઓવરમાં ભારતનો બે વિકેટનો ફટકો
ભારતને 11મી ઓવરમાં મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન શ્રેયસ ઐયર આઉટ થયો છે. 11મી ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસ અય્યર બોલ્ડ થયો હતો. જે બાદ પાંચમાં બોલ પર અક્ષર પટેલ પણ ઓઉટ થયો હતો. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ અનુક્રમે 7 અને 11 રન બનાવી આઉટ થયા હતા.
અભિષેક શર્મા આઉટ, 27 રનનો સહયોગ
અભિષેક શર્માની ઈનિંગનો અંત આવ્યો છે. નવમી ઓવરના ચોથા બોલ પર મિશેલ સેન્ટનરની બોલ પર સ્મિથ દ્વારા તેનો કેચ આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વૈભવ આઉટ
ચાહકો જે ખેલાડીની રાહ જોઈ રહ્યા હતા તે મેદાન પર આવી ગયો છે. વૈભવ ઓપનર હોવા છતાં, તે આ મેચમાં ત્રીજા નંબરે મેદાને ઉતર્યો હતો. જોકે, માત્ર 8 બોલમાં 4 રન બનાવી તે સસ્તામાં આઉટ થયો છે. આ સાથે ભારતને બીજી વિકેટ ગુમાવવી પડી છે. ભારતનો સ્કોર 6 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 43 રન છે.
ચોથી ઓવરમાં ભારતને પહેલો ફટકો
ભારતીય ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. વૈભવ સૂર્યવંશી ઈનિંગ્સની શરૂઆત કરે તેવી અપેક્ષા હતી, પરંતુ સંજુ સેમસન અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો છે. ભારતને જીતવા માટે 181 રનની જરૂર છે. આ દરમિયાન ચોથી ઓવરમાં સંજુ સેમસન 14 રન બનાવી કેચ આઉટ થયો છે હતો.
જેકબ્સની વિકેટ સાથે પ્રથમ ઈનિંગ પૂર્ણ
19મી ઓવરના પાંચમા બોલ પર બેવન જેકોબ્સને આઉટ કરીને નીતીશ કુમાર રેડ્ડીએ ભારતને મોટી વિકેટ અપાવી હતી. જેકોબ્સ 46 બોલમાં 58 રન બનાવવામાં સફળ રહ્યા હતા. આ સાથે જ 20 ઓવર પૂર્ણ થતા પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. ન્યૂઝીલેન્ડ ટીમે 20 ઓવરમાં 180 રન બનાવ્યા છે. હવે ભારતને જીતવા 181 રનની જરૂર છે.
ફિલિપ્સ આઉટ થયો, જેકબ્સની ફિફ્ટી
18મી ઓવરના છેલ્લા બોલ પર અર્શદીપ સિંહે ફિલિપ્સને નમન ધીરના હાથે કેચ આઉટ કરાવ્યો, જેનાથી ભારતને ચોથી વિકેટ મળી છે. ફિલિપ્સ 43 બોલમાં 70 રન બનાવવામાં સફળ રહ્યા. બીજી તરફ, જેકબ્સે પણ પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 17મી ઓવરના પાંચમા બોલમાં ચોગ્ગો મારીને 50 રન પૂરા કર્યા હતા.
15 ઓવર પૂર્ણ ફિલિપ્સે ફટકારી ફિફ્ટી
15 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 115 રન બનાવ્યા છે. ફિલિપ્સે 16મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. જોકે, ભુવનેશ્વર કુમારનો બોલ નો-બોલ સાબિત થયો. ફિલિપ્સ ભારત માટે હજુ પણ મુશ્કેલીનો વિષય છે.
10 ઓવર પૂર્ણ, કિવી ટીમ દબાણ હેઠળ
10 ઓવરની રમત પૂરી થઈ છે. ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 66 રન બનાવી લીધા છે. ન્યુઝીલેન્ડની ટીમ આ સમયે દબાણ હેઠળ હોય તેવું લાગે છે. પાવરપ્લેમાં પણ કિવી ટીમ નબળી દેખાઈ રહી હતી. આ છ ઓવરમાં ભારતનો હાથ ઉપર રહ્યો, અને ત્રણ વિકેટ મેળવી લીધી છે.
છઠ્ઠી ઓવરમાં મળી સફળતા: સ્કોર 43-3
પ્રિન્સ યાદવે ફિનને પેવેલિયન પાછો મોકલ્યો છે. ભારતે ત્રીજી વિકેટ મેળવી લીધી છે. પ્રિન્સ યાદવે છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ફિન એલનને બોલ્ડ કર્યો હતો. ફિન એક સ્કૂપ કરવા ગયો પણ પ્રિન્સની ફુલ-લેન્થ બોલ પર બોલ્ડ થયો. ફિન માત્ર 16 રન જ બનાવી શક્યો હતો.
ત્રણ ઓવરમાં ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવી
ભારતને પહેલી સફળતા મળી છે. અર્શદીપ સિંહે બીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સેફર્ટને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો હતો. ચાર વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર ભુવનેશ્વર પહેલી મેચમાં વિકેટવિહીન રહ્યો. જોકે, તેણે બીજી મેચમાં પોતાનું ખાતું ખોલાવ્યું. ભુવનેશ્વરે ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર ડેરિલ મિશેલને આઉટ કર્યો. મિશેલ ફક્ત છ રન બનાવી શક્યો.
ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો, પ્રથમ કરશે બોલિંગ
ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો છે. આ સાથે કેપ્ટન શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
IND vs NZ 2nd T20 Playing XI
ભારતીય ક્રિકેટ ટીમ પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પ્લેઈંગ 11: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, મિશેલ બ્રેસવેલ, નાથન સ્મિથ, મેટ હેનરી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન.
ભારતીય બોલરો પર નજર, ભુવનેશ્વર પાસે અપેક્ષા
પહેલી મેચમાં, ભારતીય બોલરોએ ઘણા રન આપ્યા હતા. બીજી મેચમાં ફરી એકવાર ધ્યાન ભારતીય બોલરો પર રહેશે. ટીમ ઈન્ડિયાના બોલરો ન્યૂઝીલેન્ડ ટીમને મોટો સ્કોર કરતા અટકાવવાનો પ્રયાસ કરશે. ભારતને બોલિંગમાં ભુવનેશ્વર કુમાર પાસેથી ઘણી આશાઓ છે. તે લાંબા સમય પછી ટીમમાં પાછો ફર્યો છે, પરંતુ પ્રથમ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો.
ઈશાન કિશન બહાર, વૈભવ સૂર્યવંશીને મળશે તક?
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન ઈજાને કારણે બીજી T20I રમશે નહીં. બધાની નજર ઈશાન કિશનનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં કોણ લેશે તેના પર છે. વૈભવ સૂર્યવંશી અને શિવમ દુબે બંને રેસમાં છે. આ ઉપરાંત કુમાર કુશાગ્ર પણ ટીમમાં એન્ટ્રી મેળવી શકે છે.
