Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન જો રૂટની વિકેટ ખૂબ ચર્ચામાં રહી હતી. ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનની જરૂર હતી. આ દરમિયાન ચોથા દિવસના અંતે આકાશ દીપે જો રૂટને આઉટ કર્યો. આ દરમિયાન એક કોમેન્ટેટરે ઉલ્લેખ કર્યો હતો કે આકાશના બોલને બેક ફૂટ નો બોલ જાહેર કરવો જોઈતો હતો. જેને લઈને કેટલાક ચાહકોએ સોશિયલ મીડિયા પર આ નિર્ણયની પણ ટીકા કરી હતી.
MCC એ કરી સ્પષ્ટતા
ક્રિકેટના નિયમો MCC એ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આકાશ દીપનો બોલ નો બોલ નહોતો. MCC ના નિવેદન અનુસાર બોલરની પિચ પર પહેલી લેન્ડિંગ માન્ય માનવામાં આવે છે અને તે મુજબ જ્યારે આકાશ દીપ બોલ ફેંકતો હતો ત્યારે લેન્ડિંગ કરતી વખતે તેના પગનો જમીન સાથે પહેલો સંપર્ક બેક ફૂટ ક્રીઝની અંદર હતો. એટલા માટે તે નો બોલ નહોતો. આકાશના પગનો ફક્ત પાછળનો ભાગ ક્રીઝને પાર કરી ગયો હતો, જ્યારે બોલ ફેંકતી વખતે પહેલો સંપર્ક અંદર હતો.
???? ????? ?? ???? ?#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot ?#ENGvIND ? 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG
— Star Sports (@StarSportsIndia) July 5, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે યોજાઈ હતી. ભારતે આ મેદાન પર ક્યારેય કોઈ ટેસ્ટ જીતી ન હતી. ટીમે આ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું.. ભારતે ઇંગ્લિશ ટીમને 608 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડ ફક્ત 271 રન બનાવી શક્યું અને ભારત 336 રનથી જીતી ગયું.
