Ind vs Eng 3st Test Highlights: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક મુકાબલામાં આવી ગઈ છે.ચોથા દિવસે ભારતને 4 વિકેટ ગુમાવવી પડી, જેના કારણે ઇંગ્લેન્ડ મેચમાં વાપસી કરી શક્યું. જો કે ચોથા દિવસે મેચનો માહોલ થોડો તંગ જોવા મળ્યો હતો.
બ્રાઇડન કાર્સ તેવર બતાવ્યા
ટીમ ઇન્ડિયાને ચોથા દિવસે શુભમન ગિલના રૂપમાં ત્રીજો મોટો આંચકો લાગ્યો. રમતમાં થોડો સમય બાકી હતો, તેથી આકાશ દીપ બેટિંગ કરવા આવ્યો. જેના પર ઇંગ્લેન્ડના બોલરોએ હાવી થવાનો પ્રયાસ કર્યો. બ્રાઇડન કાર્સ આકાશ દીપને આંખો દેખાડીને તેવર સાથે કંઈક કહેતો જોવા મળ્યો, જેના પર આકાશ દીપ પણ ઈશારો કરીને યોગ્ય જવાબ આપતો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
AKASH DEEP vs CARSE IN THE FINAL MOMENTS ?? pic.twitter.com/DGqE2jYgQQ
— Johns. (@CricCrazyJohns) July 13, 2025
જોકે આકાશ દીપ બેન સ્ટોક્સની ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો અને 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ચોથા દિવસે ભારતની આ ચોથી વિકેટ હતી. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર બોલિંગ કરી, જેના કારણે ઈંગ્લેન્ડ બીજા દાવમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જો કે ચોથા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવ્યા બાદ 58 રન બનાવ્યા, ભારતને લોર્ડ્સ ટેસ્ટ જીતવા માટે પાંચમા દિવસે 135 રન બનાવવા પડશે.
