India vs Australia T20I Series Schedule: શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ODI સિરીઝ 2-1થી ગુમાવી હતી. જો કે, સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ODIમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ધમાકેદાર ઇનિંગ્સના કારણે ભારત 9 વિકેટથી વિજય મેળવીને ક્લીન સ્વીપ થવાથી બચી ગયું હતું. ODI સિરીઝ પછી હવે T20I સિરીઝનો સમય છે, જેમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે.
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ હવે યજમાન ટીમ સામે પાંચ મેચની T20I સિરીઝ માટે તૈયાર છે. આ T20I સિરીઝનો પ્રારંભ 29 ઓક્ટોબરના રોજ પ્રથમ મેચથી થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ 29 ઓક્ટોબરે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. બીજી T20I 31 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાશે. સિરીઝની બાકીની ત્રણ મેચ 2, 6 અને 8 નવેમ્બરના રોજ રમાશે. મહત્વનું છે કે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 સિરીઝની તમામ મેચો ભારતીય સમયાનુસાર બપોરે 1:45 વાગ્યે શરૂ થશે.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
| મેચ | તારીખ | સ્થળ |
| પ્રથમ T20 | 29 ઓક્ટોબર | કેનબેરા |
| બીજી T20 | 31 ઓક્ટોબર | મેલબોર્ન |
| ત્રીજી T20 | 2 નવેમ્બર | હોબાર્ટ |
| ચોથી T20 | 6 નવેમ્બર | ગોલ્ડ કોસ્ટ |
| પાંચમી T20 | 8 નવેમ્બર | બ્રિસ્બેન |
