IND vs AUS: પ્લેઇંગ 11માં શિવમ દુબે એટલે ટીમ ઇન્ડિયાની જીત પાક્કી! 37 મેચથી નથી મળી ટીમને હાર; આજે મેલબોર્નમાં શું પરિણામ આવશે?

શિવમ દુબેએ T20I ક્રિકેટમાં એક અનોખો અને પ્રભાવશાળી રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્લેઇંગ 11માં શિવમ દુબેની હાજરી હોય તેવા સતત 37 મેચોમાં ભારતને એકપણ હાર મળી નથી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 31 Oct 2025 04:06 PM (IST)Updated: Fri, 31 Oct 2025 04:06 PM (IST)
india-vs-australia-shivam-dubes-unstoppable-t20i-record-37-matches-won-in-a-row

Shivam Dube, India vs Australia: મેલબોર્ન ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. આ મુકાબલામાં સૌની નજર એક એવા ખેલાડીએ ખેંચી લીધી છે, જેના નામ સાથે ટીમ ઈન્ડિયાની જીતનો અતૂટ સંબંધ જોડાયો છે, ઓલરાઉન્ડર શિવમ દુબે (Shivam Dube).

શિવમ દુબેએ T20I ક્રિકેટમાં એક અનોખો અને પ્રભાવશાળી રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્લેઇંગ 11માં શિવમ દુબેની હાજરી હોય તેવા સતત 37 મેચોમાં ભારતને એકપણ હાર મળી નથી. 2019થી અત્યાર સુધી શિવમ દુબેએ રમેલી દરેક T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઈન્ડિયા વિજયી બની છે. આ સિદ્ધિ પુરુષોના T20I ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબો અણનમ રન તરીકે નોંધાઈ છે.

શિવમ દુબેનો આ રેકોર્ડ અન્ય ખેલાડીઓથી ઘણો આગળ છે. યુગાન્ડાના પાસ્કલ મુરુંગી 26 સતત જીત સાથે બીજા સ્થાને છે, જ્યારે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 23 સતત વિજય સાથે ત્રીજા ક્રમે છે. હવે સૌની નજર મેલબોર્નના મેદાન પર છે, શું શિવમ દુબેનો આ અણનમ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે પણ જળવાઈ રહેશે? ભારતીય ચાહકોને આશા છે કે દુબેની હાજરી ફરી એકવાર ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી જશે.