IND vs AFG Highlights: ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી માત આપી

India vs Afghanistan Highlights: મુલ્લાનપુરમાં રમાયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મોટી જીત નોંધાવી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 08 Jun 2026 09:56 AM (IST)Updated: Mon, 08 Jun 2026 03:12 PM (IST)
india-vs-afghanistan-live-score-day-3-ind-vs-afg-test-match-updates-highlights

India vs Afghanistan Highlights: મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મોટી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી માત આપીને તેમના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે.

ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 564 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ, અફઘાનિસ્તાનની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં ડેબ્યૂ કરી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્ડિયાએ આપેલા ફોલોઓન બીજી અફઘાનિસ્તાનની ટીમ તેની બીજી ઈનિંગમાં માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગ અને 300 રનથી વિશાળ જીત મેળવી છે.

IND vs AFG Live Score: ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી માત આપી

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનની સાતમી વિકેટ પડી, વોશિંગ્ટન સુંદરે ઝડપી 4 વિકેટ

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનની 6 વિકેટ પડી, ટીમ ઈન્ડિયાની નજર આજે જ જીત મેળવવા પર

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનનો સ્કોર 30 ઓવર બાદ 5 વિકેટના નુકશાન પર 98 રન, હજુ પણ 314 રનથી પાછળ

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનની અડધી ટીમ પેવેલિયન પરત ફરી, ટીમ ઈન્ડિયાની નજર આજે જ જીત મેળવવા પર

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનની પહેલી વિકેટ 42 રન પર પડી, મોહમ્મદ સિરાજને મળી સફળતા

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનની ટીમ 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારની 6 વિકેટ; ટીમ ઈન્ડિયાએ ફોલોઓન આપ્યું

IND vs AFG Live Score: માનવ સુથાર ટેસ્ટ ડેબ્યૂમાં 5 વિકેટ લેનાર 10મો ભારતીય (સ્પિનરોમાં સાતમો) બન્યો.

IND vs AFG Live Score: માનવ સુથારે રચ્યો ઈતિહાસ, ડેબ્યૂ મેચમાં ઝડપી 5 વિકેટ

IND vs AFG Live Score: શરાફુદ્દીન અશરફ 11 રન બનાવીને આઉટ, માનવ સુથારની ચોથી વિકેટ; અફઘાનિસ્તાન સામે ફોલોઓનનો ખતરો

IND vs AFG Live Score: અફઘાનિસ્તાનનો સ્કોર 50 ઓવર બાદ 6 વિકેટના નુકશાન પર 132 રન, હજુ પણ 400થી વધુ રનથી પાછળ

IND vs AFG Live Score: પ્રસિદ્ધ કૃષ્ણાએ અપાવી દિવસની પ્રથમ સફળતા, અઝમતુલ્લા ઓમરઝાઈ શૂન્ય રને બોલ્ડ થયો

IND vs AFG Live Score: ત્રીજા દિવસની રમતનો પ્રારંભ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાને 5 વિકેટે 113 રનના સ્કોરથી પોતાની ઇનિંગ્સ શરૂ કરી છે. ફોલો-ઓન ટાળવા માટે અફઘાનિસ્તાનને મોટી ભાગીદારીની જરૂર છે.

IND vs AFG Live Score: શું માનવ સુથાર ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપશે?

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર માનવ સુથારે બીજા દિવસે શાનદાર બોલિંગ કરતાં ત્રણ વિકેટ ઝડપી હતી. હવે ત્રીજા દિવસે સૌની નજર તેના પ્રદર્શન પર રહેશે. જો માનવ સુથાર વધુ બે વિકેટ લેવામાં સફળ રહે છે, તો તે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ લેનારા પસંદગીના ભારતીય બોલરોની યાદીમાં સ્થાન મેળવી શકે છે.

IND vs AFG Live Score: WTC પોઈન્ટ્સ પર નહીં પડે કોઈ અસર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ એકમાત્ર ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલનો ભાગ નથી. અફઘાનિસ્તાન હાલમાં WTCમાં ભાગ લેતી નવ પૂર્ણ સભ્ય ટીમોમાં સામેલ નથી, જેના કારણે આ મેચના પરિણામની WTC પોઈન્ટ્સ ટેબલ પર કોઈ અસર પડશે નહીં.