India Squad for T20 World Cup 2026 Announced: યજમાન ભારત અને શ્રીલંકામાં યોજાનારા આગામી ICC T20 વર્લ્ડ કપ 2026 માટેના કાઉન્ટડાઉનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારતીય ટીમની જાહેરાત આજે, શનિવાર 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. મુંબઈ સ્થિત BCCI હેડક્વાર્ટર ખાતે બપોરે 1:30 વાગ્યે ચીફ સિલેક્ટર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 15 સભ્યોની ટીમ જાહેર કરશે.
India Squad Announcement Live: વર્લ્ડ કપની સાથે ન્યુઝીલેન્ડ સિરીઝની પણ ટીમ જાહેર થશે
આજની પ્રેસ કોન્ફરન્સમાં માત્ર વર્લ્ડ કપ જ નહીં, પરંતુ 3 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં 3-1 થી શાનદાર જીત મેળવનાર ટીમમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે, પરંતુ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વાઈસ-કેપ્ટન શુભમન ગિલના સ્થાન અંગે પસંદગીકારો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
India Squad Announcement Live: ટીમ ઈન્ડિયા સામે 'યજમાન શ્રાપ' તોડવાનો પડકાર
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ગત વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ પાસે આ વખતે બેવડો ઈતિહાસ રચવાની તક છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરી શકી નથી અને કોઈ યજમાન દેશ ટ્રોફી જીતી શક્યો નથી. સૂર્યકુમાર યાદવની સેના આ બંને રેકોર્ડ તોડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
India T20 World Cup 2026 Squad Announced: ભારતનું ગ્રુપ અને હાઈ-વોલ્ટેજ મેચો
ભારતને 'ગ્રુપ A' માં સ્થાન મળ્યું છે. જેમાં પાકિસ્તાન, USA, નામિબિયા અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. USA અને નેધરલેન્ડ્સ જેવી ટીમો ભૂતકાળમાં મોટા ઉલટફેર કરી ચૂકી હોવાથી ભારત તેમને હળવાશથી લઈ શકશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે.
India Squad for T20 World Cup 2026 Announced: ટીમની જાહેરાતનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકાશે?
ભારતીય ટીમની જાહેરાતનું લાઈવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને ઓનલાઈન જિયો હોટસ્ટાર એપ તથા વેબસાઈટ પર બપોરે 1:30 વાગ્યાથી જોઈ શકાશે.
India Squad Announcement Live: T20 વર્લ્ડ કપ માટે સંભવિત ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર.
સ્ટેન્ડબાય પ્લેયર્સ: યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, શાહબાઝ અહેમદ, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રૃષ્ણા.
ભારતનું ટી20 વર્લ્ડ કપ 2026 માં સમયપત્રક - India T20 World Cup 2026 Schedule
| તારીખ | મુકાબલો | સ્ટેડિયમ | શહેર |
|---|---|---|---|
| 7 ફેબ્રુઆરી | ભારત vs USA | વાનખેડે સ્ટેડિયમ | મુંબઈ |
| 12 ફેબ્રુઆરી | ભારત vs નામિબિયા | અરુણ જેટલી સ્ટેડિયમ | નવી દિલ્હી |
| 15 ફેબ્રુઆરી | ભારત vs પાકિસ્તાન | આર. પ્રેમદાસા સ્ટેડિયમ | કોલંબો |
| 18 ફેબ્રુઆરી | ભારત vs નેધરલેન્ડ્સ | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ | અમદાવાદ |
| મેચ | તારીખ | સ્થળ | સ્ટેડિયમ |
|---|---|---|---|
| પ્રથમ T20 | 21 જાન્યુઆરી 2026, બુધવાર | નાગપુર | વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ |
| બીજી T20 | 23 જાન્યુઆરી 2026, શુક્રવાર | રાયપુર | શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ |
| ત્રીજી T20 | 25 જાન્યુઆરી 2026, રવિવાર | ગુવાહાટી | એ.સી.એ. સ્ટેડિયમ |
| ચોથી T20 | 28 જાન્યુઆરી 2026, બુધવાર | વિશાખાપટ્ટનમ | ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી એ.સી.એ.-વી.ડી.સી.એ. ક્રિકેટ સ્ટેડિયમ |
| પાંચમી T20 | 31 જાન્યુઆરી 2026, શનિવાર | તિરુવનંતપુરમ | ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ |
