ODI Tri-Series 2026: આઈપીએલ 2026ના રોમાંચ બાદ હવે ભારતીય યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું જોર બતાવવા તૈયાર છે. જૂન મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જનારી ભારત A ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે વનડે ટ્રાય-સીરીઝ રમાશે.
તિલક વર્માના હાથમાં ટીમની કમાન
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન તિલક વર્માને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું છે. જ્યારે ઓલરાઉન્ડર રિયાન પરાગને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ટીમમાં મુખ્યત્વે એવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમણે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
વૈભવ સૂર્યવંશી પર રહેશે સૌની નજર
આ સ્ક્વોડમાં સૌથી ચર્ચિત નામ 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું છે. આઈપીએલમાં પોતાની આક્રમક બેટિંગથી દિગ્ગજોને પ્રભાવિત કરનાર વૈભવ હવે બ્લુ જર્સીમાં રમતો જોવા મળશે. તેની સાથે પ્રિયાંશ આર્યા અને આયુષ બદોની જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ બેટિંગ લાઇન-અપને મજબૂતી આપશે.
બોલિંગમાં યુવા જોશ
ભારતીય પેસ એટેકની જવાબદારી યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ અને અર્શદ ખાનના ખભા પર રહેશે. સ્પિન વિભાગમાં નિશાંત સિંધુ અને હર્ષ દુબે મહત્વની ભૂમિકા ભજવશે. વિકેટકીપર તરીકે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ટ્રાય-સીરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
આ વનડે સિરીઝની શરૂઆત 9 જૂનથી થશે અને ફાઈનલ મેચ 21 જૂને રમાશે. દરેક ટીમ એકબીજા સામે બે-બે મેચ રમશે.
9 જૂન: ભારત A વિ. શ્રીલંકા A
11 જૂન: ભારત A વિ. અફઘાનિસ્તાન A
15 જૂન: ભારત A વિ. શ્રીલંકા A
17 જૂન: ભારત A વિ. અફઘાનિસ્તાન A
21 જૂન: ફાઈનલ મેચ
ટ્રાય-સીરીઝ પૂરી થયા બાદ ભારત 'A' અને શ્રીલંકા 'A' વચ્ચે બે રેડ-બોલ (મલ્ટી-ડે) મેચો પણ રમાશે, જેના માટેની ટીમની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
ભારત 'A' ની વનડે સ્ક્વોડ
તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્યા, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (WK), કુમાર કુશાગ્ર (WK), વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અર્શદ ખાન.
🚨 News 🚨
— BCCI (@BCCI) May 14, 2026
India A squad for ODI tri-series in Sri Lanka announced.
The upcoming tri-series is scheduled to be held in June, 2026.
More Details ▶️ https://t.co/ZmL2u1boAW pic.twitter.com/7WXzZeeUFq
