IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પાંચમી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી. ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ શાનદાર શરૂઆત આપી. ત્યારબાદ તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ સનસનાટી મચાવી. પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો જેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિકે અડધી સદી ફટકારી
હાર્દિકે આ મેચમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારી હતી. હાર્દિકે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. આનાથી તે અડધી સદી પૂર્ણ કરનાર બીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો. યુવરાજ સિંહે ભારત માટે 12 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી.
આ મેચમાં હાર્દિક પંડ્યાએ 25 બોલમાં 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. વધુમાં, તેણે 252ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. તેણે દક્ષિણ આફ્રિકાના બોલરોને સંપૂર્ણપણે ધોઈ નાખ્યા હતા.
આ પણ વાંચો
મહિકા શર્મા પર પ્રેમ વરસાવ્યો
હાર્દિક પંડ્યાએ પોતાની અડધી સદી પૂરી કર્યા પછી કરેલી ઉજવણી વાયરલ થઈ ગઈ. તેણે ફ્લાઈંગ કિસ ફટકારીને ચર્ચા ઊભી કરી હતી. હાર્દિકે સ્ટેન્ડમાં ઉભેલી મહિકા શર્માને ફ્લાઈંગ કિસ આપી હતી. ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડ મહિકાએ પણ તેને ફ્લાઈંગ કિસ આપી. હાર્દિકે થોડા મહિના પહેલા જ મહિકા સાથેના પોતાના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કરી દીધા હતા.
Hardik Pandya 🩷 Girlfriend Mahieka. pic.twitter.com/l97v3t7FPL
— JARA 2.0 (@Jara_1319) December 19, 2025
કોણ છે હાર્દિક પંડયાની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા?
હાર્દિક પંડ્યા ઘણા સમયથી સુંદર મોડેલ અને યોગ લવર માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. હાર્દિક અને માહિકાએ સગાઈ કરી લીધી હોવાની પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. 24 વર્ષીય માહિકા યોગની મોટી ફેન છે અને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના યોગ પોઝ અને વર્કઆઉટ રૂટિનના અસંખ્ય ફોટા છે.
માહિકા શર્મા એક યંગ અને ફ્રેશ મોડેલ છે જે ફક્ત તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની ફિટનેસ જીવનશૈલી માટે પણ લોકપ્રિયતા મેળવી રહી છે. હવે, હાર્દિક સાથેના સંબંધ પછી માહિકા વધુ ચર્ચામાં છે.
ભારતે બનાવ્યો મોટો સ્કોર
હાર્દિક પંડ્યા ઉપરાંત સંજુ સેમસને 22 બોલમાં 37 રન બનાવ્યા. અભિષેક શર્માએ પણ 21 બોલમાં 34 રન બનાવ્યા. તિલક વર્માએ પણ 42 બોલમાં 73 રન બનાવ્યા. આમ, ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા.
