IND vs SA 5th T20I Live Cricket Score: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા છે.
તિલક 42 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા. હાર્દિકે 38 બોલમાં પાંચ ચોગ્ગા અને એટલા જ છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દક્ષિણ આફ્રિકાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે ટીમ ઈન્ડિયાએ પણ ત્રણ ફેરફાર કર્યા છે. શુભમન ગિલના સ્થાને સંજુ સેમસન. કુલદીપ યાદવનું સ્થાને વોશિંગ્ટન સુંદર. હર્ષિત રાણાના સ્થાને જસપ્રીત બુમરાહનો સમાવેશ થયો છે. તો મહેમાન ટીમમાં એનરિચ નોર્ટજેનું સ્થાન જ્યોર્જ લિન્ડે લીધું છે.
લખનઉમાં ચોથી મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી. ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચમાં જો ટીમ ઈન્ડિયા જીતી જશે તો તેઓ શ્રેણી જીતી લેશે, પરંતુ જો દક્ષિણ આફ્રિકાની જીત થશે તો શ્રેણી ડ્રો થશે. ડ્રો દક્ષિણ આફ્રિકા માટે વિજય સમાન ગણાશે.
ભારતની વિકેટ
- ભારતને પહેલો ફટકો પડ્યો છે. અભિષેક શર્મા આઉટ થયો છે. છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર કોર્બિન બોશની બોલ પર વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.
- 10મી ઓવરના પહેલા બોલ પર જ્યોર્જ લિન્ડેએ સંજુ સેમસનને બોલ્ડ કર્યો અને આ સાથે ભારતને બીજો ફટકો પડ્યો.
- ભારતને ત્રીજો ઝટકો લાગ્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવને 13મી ઓવરના પહેલા બોલ પર બોશ દ્વારા આઉટ કરવામાં આવ્યો. સૂર્યકુમારનું ખરાબ ફોર્મ યથાવત.
- છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર પંડ્યા આઉટ થયો, બાર્ટમેનના બોલ પર ડીપ મિડવિકેટ પર રીઝા હેન્ડ્રિક્સના હાથે કેચ આઉટ થયો.
- તિલક વર્મા આઉટ થયો. તે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રન આઉટ થયો. તિલક વાઈડ બોલ પર રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુબેએ ઈનકાર કર્યો હતો.
ભારતની પ્લેઈંગ- 11
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ- 11
એઇડન માર્કરામ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો જાનસેન, કોર્બિન બોશ, લુંગી એનગિડી, ઓટનીલ બાર્ટમેન
કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનું કારણ
કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. 2026ના T20 વર્લ્ડ કપ માટે વધુ સમય બાકી નથી, તેથી સૂર્યકુમાર યાદવને ટૂંક સમયમાં પોતાનું ફોર્મ શોધવાની જરૂર છે.
સંજુ સેમસનને તક મળશે
ભારતનો ટી20 ઉપ-કપ્તાન શુભમન ગિલ ઈજાને કારણે છેલ્લી બે મેચમાંથી બહાર છે, જેના કારણે સંજુ સેમસન અપેક્ષિત ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે. સંજુ અને અભિષેકની જોડી ટી20 માં ભારત માટે ખૂબ જ સફળ સાબિત થઈ છે.
આજે થશે શ્રેણીનો નિર્ણય
લખનઉમાં ચોથી મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી. આનાથી દક્ષિણ આફ્રિકાએ શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાસે શ્રેણી જીતવાની તક છે જ્યારે દક્ષિણ આફ્રિકા પાસે શ્રેણી ડ્રો કરવાની તક છે. ભારત હાલમાં 2-1થી આગળ છે. જો તેઓ આ મેચ જીતે છે, તો તેઓ શ્રેણી જીતી જશે. જોકે, જો દક્ષિણ આફ્રિકા જીતે છે, તો શ્રેણી 2-2થી ડ્રો થશે.
