IND vs SA 2nd ODI: હર્ષિત રાણાને ICCએ લગાવી ફટકાર, સાઉથ આફ્રિકાના ખેલાડી સાથે ગેરવતર્ણૂંકની મળી સજા

દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં બેટ્સમેનને આઉટ કર્યા પછી આક્રમક હાવભાવ કરવા બદલ ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણાને દંડ ફટકારવામાં આવ્યો હતો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 03 Dec 2025 05:00 PM (IST)Updated: Wed, 03 Dec 2025 05:00 PM (IST)
ind-vs-sa-2nd-odi-harshit-rana-reprimanded-by-icc-punished-for-misbehaving-with-south-african-player

Harshit Rana: રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે પહેલા ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણાને BCCI દ્વારા ICC નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક સજા ફટકારવામાં આવી છે.

હર્ષિત રાણા ICC ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરતો હોવાનું જણાયું હતું, જે એવી ભાષા, હરકતો કે ઈશારાના ઉપયોગ સાથે સંબંધિત છે જે કોઈ બેટ્સમેન આઉટ થયા પછી તેનો અનાદર કરી શકે છે અથવા આક્રમક પ્રતિક્રિયાને ઉશ્કેરી શકે છે. રાંચીમાં પ્રથમ વનડે દરમિયાન હર્ષિત સામે તેની હરકતો બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

હર્ષિત રાણાને શા માટે સજા થઈ ?
આ ઘટના દક્ષિણ આફ્રિકાની પહેલી વનડે મેચની 22મી ઓવર દરમિયાન બની હતી, જ્યારે હર્ષિતે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યા પછી ડ્રેસિંગ રૂમમાં જવાનો ઈશારો કર્યો હતો. આ ક્રિયાને કારણે બેટ્સમેન આક્રમક પ્રતિક્રિયા આપી શકે તેવી શક્યતા માનવામાં આવી રહી હતી. પરિણામે, હર્ષિતના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો હતો. છેલ્લા 24 મહિનામાં હર્ષિતનો આ પહેલો ગુનો હતો જેના માટે તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.

તમને જણાવી દઈએ કે રાંચી ગ્રાઉન્ડ પર હાજર અમ્પાયરો જયરામન મદનગોપાલ અને સેમ નોગાજ્સ્કી, થર્ડ અમ્પાયર રોડ ટકર અને ફોર્થ અમ્પાયર રોહન પંડિતે હર્ષિત રાણા પર આ આરોપ લગાવ્યો છે.

લેવલ 1ના ગુનામાં ઓછામાં ઓછી ચેતવણી (ઠપકો) અને મહત્તમ મેચ ફીના 50% દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટનો સમાવેશ થાય છે.

24 મહિનામાં ચાર ડિમેરિટ પોઈન્ટ મળવાથી એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે
જો હર્ષિત રાણા આગામી 24 મહિનામાં આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ફરીથી ડિમેરિટ પોઈન્ટ મેળવે છે, તો તેને મેચનો પ્રતિબંધ લાગી શકે છે. ICCના નિયમો અનુસાર, 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળવાથી ખેલાડીને એક ટેસ્ટ, બે ODI અથવા બે T20 મેચ રમવાથી પ્રતિબંધિત કરી શકાય છે.

ભારતે રાંચી મેચ જીતી હતી
ભારતીય ટીમે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. વિરાટ કોહલીની શાનદાર સદી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 135 રન બનાવ્યા. રોહિત શર્માએ 57 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલે 60 રન બનાવ્યા હતા. બીજી વનડે આજે રાયપુરમાં રમાઈ રહી છે, જ્યાં ભારત લીડ મેળવવા અને શ્રેણી કબજે કરવા માટે પ્રયત્ન કરશે.