IND vs NZ 5th T20I Playing 11: ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ચોથી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો પરાજય થયો હતો. આ હારની સાથે જ ભારતનો સતત 3 મેચથી ચાલી આવતો વિજય રથ થંભી ગયો હતો. હવે બંને ટીમો વચ્ચે રવિવારના રોજ પાંચમી અને અંતિમ T20 મેચ રમાશે. ભારતીય ટીમ જીત સાથે સિરીઝનો અંત કરવાનો પ્રયાસ કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડ પણ તે જ ઈચ્છશે.
શિવમ દુબેને મળશે તક, વૈભવ બહાર રહેશે?
ચોથી T20 મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેન બંનેનું પ્રદર્શન નબળું રહ્યું, જેને ધ્યાનમાં રાખીને કેપ્ટન શ્રેયસ અય્યર પાંચમી T20 મેચ માટે પ્લેઈંગ 11 માં ફેરફાર કરી શકે છે. ટીમના સંયોજનની વાત કરીએ તો ઈશાન કિશન બીજી અને ત્રીજી T20 મેચમાં રમ્યો ન હતો અને તેના સ્થાને વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવી હતી.
ચોથી મેચમાં ઈશાન કિશનની વાપસી થતા વૈભવ સૂર્યવંશીને ટીમની બહાર થવું પડ્યું હતું. હવે પાંચમી મેચમાં ફેન્સ વૈભવની વાપસીની આશા રાખી રહ્યા છે, પરંતુ તેની શક્યતા ખૂબ ઓછી છે.
બીજી તરફ, ઓલરાઉન્ડર શિવમ દુબે હજુ સુધી આ સિરીઝની એક પણ મેચ રમ્યો નથી, તેથી તેને છેલ્લી મેચમાં રમાડવામાં આવી શકે છે. શિવમ દુબેને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે, મોટા શોટ્સ રમવામાં શિવમ દુબે નીતિશ કરતા ઘણો સારો વિકલ્પ છે અને તે બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે.
ભુવનેશ્વર કુમારની વાપસીની પ્રબળ શક્યતા
ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે 259 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ભારતીય બોલરોએ પુષ્કળ રન લૂટાવ્યા હતા. આ પરિસ્થિતિને જોતાં બોલિંગ આક્રમણમાં પણ બદલાવ જોવા મળી શકે છે. ચોથી મેચમાં ભુવનેશ્વર કુમારને બહાર બેસાડીને મયંક યાદવને તક આપવામાં આવી હતી. મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ખૂબ મોંઘો સાબિત થયો હતો. આથી આખરી મેચમાં ભુવનેશ્વર કુમારને ટીમમાં પાછો લાવીને મયંક યાદવ અથવા પ્રિન્સ યાદવમાંથી કોઈ એકને બહાર કરવામાં આવી શકે છે.
IND vs NZ: ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, નમન ધીર, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, ભુવનેશ્વર કુમાર
