IND vs NZ 2nd ODI: કેપ્ટન ગિલ ટીમમાં કરી શકે ફેરફાર, આકિબનું પત્તુ કપાશે; શું 'મિયાં મેજિક' જોવા મળશે?

શનિવારના રોજ વેલિંગ્ટનમાં રમાનારા બીજી વન-ડે મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 06 Nov 2026 04:31 PM (IST)Updated: Fri, 06 Nov 2026 04:31 PM (IST)
ind-vs-nz-2nd-odi-probable-playing-11-mohammed-siraj-to-return-aqib-nabi-might-be-dropped

IND vs NZ 2nd ODI Playing 11: ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે ઓકલેન્ડના મેદાન પર રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. શાનદાર જીત છતાં કેપ્ટન શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ODI મેચ માટે ભારતીય પ્લેઈંગ-11 માં મહત્વનો ફેરફાર કરી શકે છે.

સિરાજની ટીમમાં વાપસી થશે?

7 નવેમ્બર, શનિવારના રોજ વેલિંગ્ટનમાં રમાનારા બીજા વન-ડે મુકાબલામાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે, જેનાથી વેલિંગ્ટનના મેદાન પર 'મિયાં મેજિક' જોવા મળી શકે છે. સિરાજ ન્યૂઝીલેન્ડ-A સામે રમાયેલી બીજી અન-ઓફિશિયલ ટેસ્ટ મેચમાં રમી રહ્યા હતા, જેના કારણે પ્રથમ ODI મેચમાં ટીમ સાથે જોડાઈ શક્યા ન હતા. હવે, બીજી ODI મેચમાં સિરાજ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં વાપસી કરવા માટે સજ્જ છે.

આકિબ નબીનું પત્તુ કપાઈ શકે?

બોલિંગ આક્રમણમાં ફેરફાર અંગે વાત કરીએ તો, પ્રથમ વન-ડેમાં અર્શદીપ સિંહ, ગુરનાર બ્રાર અને અંશુલ કંબોજે શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 4 વિકેટ, ગુરનૂર બ્રારે 3 વિકેટ અને અંશુલ કંબોજે 2 વિકેટ ઝડપી હતી. પરંતુ આકિબ નબીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આકિબે 3 ઓવરમાં 33 રન લૂંટાવી દીધા, જેના પછી તેમને પ્લેઈંગ-11 માંથી બહાર કરવામાં આવે તે લગભગ નક્કી મનાઈ રહ્યું છે. આકિબના સ્થાને સિરાજ ટીમમાં સામેલ થશે, જેનાથી ભારતની ફાસ્ટ બોલિંગ લાઈનઅપ વધુ મજબૂત બનશે.

બેટિંગ લાઈન-અપ કેવું રહેશે?

મોહમ્મદ સિરાજ સિવાય ભારતીય ટીમની બેટિંગ લાઈન-અપ કે અન્ય ક્રમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. ઓપનિંગમાં રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ જ ઈનિંગની શરૂઆત કરતા જોવા મળશે. પ્રથમ વનડે મેચના હીરો વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે, ત્યારબાદ શ્રેયસ અય્યર નંબર 4 પર રમશે. ટીમની જરૂરિયાત મુજબ નંબર 5 અને નંબર 6 પર કેએલ રાહુલ અને અક્ષર પટેલ આવી શકે છે.

ત્યારબાદ ઓલરાઉન્ડર તરીકે નમન ધીર પોતાની ભૂમિકા ભજવશે. ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ગુરનાર બ્રાર અને અંશુલ કંબોજના હાથમાં રહેશે. બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારતે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર બીજી વન-ડે મેચ પણ જીતીને સિરીઝમાં પોતાની સરસાઈ વધુ મજબૂત કરવા પર રહેશે.

IND vs NZ 2nd ODI: ભારતની સંભવિત Playing 11

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, અંશુલ કંબોજ, ગુરનુર બ્રાર.