Ind vs NZ 2nd ODI:ન્યૂઝીલેન્ડની ઈનિંગ શરૂ થઈ, શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લેવાનો કર્યો નિર્ણય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ શનિવારે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે બુધવારે ઓકલેન્ડમાં પ્રથમ વન-ડેને પાંચ વિકેટથી જીત મેળવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 08:47 AM (IST)Updated: Sat, 07 Nov 2026 08:47 AM (IST)
ind-vs-nz-2nd-odi-cricket-india-vs-new-zealand-latest-match-scorecard-update

Ind vs NZ 2nd ODI:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ શનિવારે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે બુધવારે ઓકલેન્ડમાં પ્રથમ વન-ડેને પાંચ વિકેટથી જીત મેળવી હતી.

હવે શુભમન ગિલની ટીમની નજર સિરીઝ જીત તરફ વધુ એક પગલું આગળ વધશે. જ્યારે ન્યૂઝીલેન્ડ સિરીઝને બરાબરી કરવા માટે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં શાનદાર અડધી સદી કરી હતી. ટીમને ફરી એક વખત તેને વધારે સારા પ્રદર્શનની આશા હશે.

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદને લીધે 47 ઓવરની થઈ ગઈ છે.

ભારતીય ટીમ:શુભમન ગિલ (કેપ્ટન),રોહિત શર્મા, વિરાટ કોહલી,શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર),નમન ધીર,અંશુલ કંબોજ,આકિબ નબી,ગુરનૂર બરાડ, અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડ ટીમ: ટિમ સીફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમીસન, જેકબ ડફી, બ્લેર ટિકનર.