IND vs NZ 1st ODI Match Live Score Today | ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ મેચનું સ્કોરકાર્ડ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણીનો શાનદાર આગાજ થઈ ચૂક્યો છે. ઓકલેન્ડના પ્રખ્યાત ઈડન પાર્ક ખાતે રમાઈ રહેલા પ્રથમ વન-ડે મુકાબલામાં ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સામેની આ રોમાંચક શ્રેણીમાં ટીમ ઈન્ડિયા જીત સાથે શરઆત કરવા માટે મેદાનમાં ઉતરી છે.
ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી
ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી
વિલ યંગ 9 રન બનાવીને આઉટ થયો.
ભારતીય ટીમ (India Playing XI)
| ક્રમ | ખેલાડીનું નામ | ભૂમિકા |
| ૧ | શુભમન ગિલ (C) (Shubman Gill) | બેટ્સમેન (કેપ્ટન) |
| ૨ | રોહિત શર્મા (Rohit Sharma) | બેટ્સમેન |
| ૩ | વિરાટ કોહલી (Virat Kohli) | બેટ્સમેન |
| ૪ | શ્રેયસ અય્યર (Shreyas Iyer) | બેટ્સમેન |
| ૫ | અક્ષર પટેલ (Axar Patel) | બોલિંગ ઓલરાઉન્ડર |
| ૬ | કે.એલ. રાહુલ (KL Rahul) | વિકેટકીપર-બેટ્સમેન |
| ૭ | નમન ધીર (Naman Dhir) | બેટ્સમેન |
| ૮ | અંશુલ કંબોજ (Anshul Kamboj) | બોલિંગ ઓલરાઉન્ડર |
| ૯ | ઔકીબ નબી (Auqib Nabi) | બોલર |
| ૧૦ | ગુરનૂર બ્રાર (Gurnoor Brar) | બોલર |
| ૧૧ | અર્શદીપ સિંહ (Arshdeep Singh) | બોલર |
ન્યૂઝીલેન્ડ ટીમ (New Zealand Playing XI)
ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી ભારતીય ટીમ
ઓકલેન્ડની પિચ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેપ્ટન શુભમન ગિલે પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય ટીમ આ મેચમાં ચાર ખુંખાર ઝડપી બોલરો સાથે ઉતરી છે, જે કિવી બેટ્સમેનો પર શરૂઆતથી જ દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. અગાઉ T20 શ્રેણીમાં 3-2થી શાનદાર વિજય મેળવ્યા બાદ, હવે ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય વન-ડે શ્રેણી પર પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો રહેશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે નજર
ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા આકર્ષણના કેન્દ્ર બનેલા દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વન-ડે શ્રેણીમાં પણ પોતાના અનુભવથી ટીમની બેટિંગ લાઇનઅપને મજબુતી આપી રહ્યા છે. ચાહકો આ બંને દિગ્ગજો પાસેથી વિસ્ફોટક અને શાનદાર પ્રદર્શનની મોટી આશાઓ લગાવીને બેઠા છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવી ટીમને હરાવવા માટે ભારતીય બેટિંગ અને બોલિંગ બંને મોરચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું પડશે.
