Varun Chakravarthy News: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવતીએ ઈતિહાસ રચી દીધો હતો. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ 11 માં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. યશસ્વી જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે કુલદીપ યાદવની જગ્યાએ વરુણ ચક્રવતીને ડેબ્યુ કરવાની તક મળી હતી.
ODI માં ડેબ્યૂ કરનાર બીજા સૌથી મોટી ઉંમરના ખેલાડી
33 વર્ષ અને 164 દિવસની ઉંમરમાં વરુણ ચક્રવતીએ ભારત માટે વનડે મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તેઓ વનડે ફોર્મેટમાં આ ઉંમરે ડેબ્યુ કરનાર બીજા ભારતીય ખેલાડી બની ગયા છે. આ પહેલા વિકેટકીપર બેટ્સમેન ફારુખ એન્જીનિયરે 1974 માં 36 વર્ષ 138 દિવસની ઉંમરમાં ઈંગ્લેન્ડની સામે લીડ્સ મેદાનમાં ડેબ્યુ કર્યું હતું. જેઓ સૌથી મોટી ઉંમરમાં વનડેમાં ડેબ્યૂ કરનાર ખેલાડીઓની લિસ્ટમાં પ્રથમ સ્થાને છે.
Debut ? ✅
— BCCI (@BCCI) February 9, 2025
Varun Chakaravarthy will make his first appearance for #TeamIndia in an ODI ✨
Updates ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/TRah0L7gh9
સૌથી મોટી ઉંમરમાં વનડેમાં ડેબ્યૂ કરનાર ખેલાડી કોણ છે
વરુણ ચક્રવતી પહેલા આ રેકોર્ડ 33 વર્ષ 103 દિવસની ઉંમરમાં ભારત માટે ડેબ્યુ કરનાર અજિત વાડેકરના નામે હતો. તેઓ હવે એક સ્થાન પાછળ જતા રહ્યા છે. આ લિસ્ટમાં ચોથા સ્થાન પર દિલીપ દોષીનું નામ છે. જેમણે ભારત માટે 32 વર્ષ 350 દિવસની ઉંમરમાં ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં 1980 માં ડેબ્યુ કર્યું હતું.
