IND vs ENG: મેચ ડ્રો થતાં જ બેન સ્ટોક્સ ગુસ્સે ભરાયો, શું તેણે રવિન્દ્ર જાડેજા સાથે હાથ ન મિલાવ્યો? જુઓ VIDEO

માન્ચેસ્ટર ટેસ્ટ મેચ સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એવું જોવા મળી રહ્યું છે કે બેન સ્ટોક્સે રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો ન હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 28 Jul 2025 12:22 PM (IST)Updated: Mon, 28 Jul 2025 12:22 PM (IST)
ind-vs-eng-ben-stokes-fumed-when-the-match-was-drawn-did-he-not-shake-hands-with-ravindra-jadeja-video

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચના પાંચમા દિવસે (27 જુલાઈ) રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે યાદગાર બેટિંગ કરી અને ઇંગ્લેન્ડને જીતથી વંચિત રાખ્યું હતું. રવિન્દ્ર જાડેજા 107 અને વોશિંગ્ટન સુંદર 101 રન પર અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 203 રનની ભાગીદારી થઈ હતી.

છેલ્લા દિવસની રમતમાં પણ બવાલ જોવા મળી હતી. જ્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે 386 રન હતો અને તેની લીડ 75 રન હતી, ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ બંને બેટ્સમેન રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પાસે જાય છે અને ડ્રો માટે તેમની સાથે હાથ મિલાવવા માંગે છે. જોકે, જાડેજા અને સુંદરે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે, ત્યારે બંને બેટ્સમેન સદીની નજીક હતા. જાડેજા 89 અને સુંદર 80 રન પર રમી રહ્યા હતા.

આ નિર્ણયથી બેન સ્ટોક્સ ગુસ્સે થઇ ગયો હતો. તેમણે જાડેજા પર કટાક્ષ કરતા કહ્યું કે, 'તું હેરી બ્રુક સામે ટેસ્ટ સદી ફટકારીશ.' ત્યારબાદ ઇંગ્લિશ ટીમે તેમના પાર્ટ-ટાઇમ બોલરો જો રૂટ અને હેરી બ્રુકને બોલિંગ કરાવવા માટે બોલાવ્યા, જેથી બેટ્સમેન ઝડપથી રન બનાવે અને મેચ સમાપ્ત થાય છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પોતાની સદી પૂરી કરી, જેના પછી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.

શું સ્ટોક્સે મેચ પછી જાડેજા સાથે હાથ મિલાવ્યા ન હતા?

હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોવા મળ્યું છે કે બેન સ્ટોક્સે રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યા ન હતા. મેદાન પરના વાતાવરણે કેટલાક લોકોને વિશ્વાસ અપાવ્યો. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ આ બાબતે પોતાના મંતવ્યો શેર કર્યા હતા.

સંજય માંજરેકરે કહ્યું કે, 'મેચ સમાપ્ત થયા પછી, જાડેજા પોતે બેન સ્ટોક્સ સાથે હાથ મિલાવા ગયો હતો. બેન સ્ટોક હજુ પણ ગુસ્સે હતો. જ્યારે મેદાન પર વાતચીત ચાલી રહી હતી, ત્યારે જાડેજા તેને ખૂબ સારી રીતે સંભાળી રહ્યો હતો. તે હસતો હતો. અંતે, બેન સ્ટોક્સે તેની સાથે હાથ મિલાવ્યા ન હતા. તે જ સમયે, મને લાગ્યું કે જાડેજાની ધીરજ પણ તૂટી ગઈ છે. તેણે ઘણા સમયથી પોતાની જાતને રોકી રાખ્યો હતો.'

જોકે, સત્ય કંઈક બીજું હતું. મેચ પૂરી થતાંની સાથે જ, ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ પોતે પહેલા આગળ આવ્યા અને ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તેના X એકાઉન્ટ પર બેન સ્ટોક્સ અને રવિન્દ્ર જાડેજાનો હાથ મિલાવતા ફોટો પોસ્ટ કર્યો હતો.

બેન સ્ટોક્સે કહ્યું કે તેમને ભારતીય ટીમ પ્રત્યે ખૂબ માન છે, સ્ટોક્સ કહે છે, 'જ્યારે મને ખાતરી થઈ ગઈ કે મેચ ડ્રો થશે, ત્યારે મેં મુખ્ય બોલરોને ઈજાથી બચાવવા માટે બોલિંગના મોરચેથી દૂર કર્યા. જો સુંદર અને જાડેજા જેવા ખેલાડીઓ સદી ફટકારીને તેમની ટીમને બચાવે છે, તો તે જીતથી ઓછું નથી.