Ben Stokes Ruled Out: બેન સ્ટોક્સ ઈજાને કારણે ઓવલ ટેસ્ટમાંથી બહાર, ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11 જાહેર; ટીમમાં ચાર ફેરફાર

Ben Stokes Ruled Out, IND vs ENG 5th Test: લંડનના ઓવલ ખાતે ગુરુવારથી શરૂ થનારી આ મેચમાં ઇંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) જમણા ખભાની ઈજાને કારણે રમી શકશે નહીં.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 30 Jul 2025 03:50 PM (IST)Updated: Wed, 30 Jul 2025 03:50 PM (IST)
ind-vs-eng-5th-test-ben-stokes-ruled-out-of-the-5th-test-vs-india-due-to-right-shoulder-injury
HIGHLIGHTS
  • બેન સ્ટોક્સ ઈજાને કારણે ભારત સામેની ઓવલ ખાતેની અંતિમ ટેસ્ટમાંથી બહાર.
  • ઇંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં ચાર મોટા ફેરફાર.
  • પ્લેઈંગ ઈલેવનમાં જેકબ બેથેલ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટંગનો સમાવેશ.

Ben Stokes Ruled Out, IND vs ENG 5th Test: ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેમની પ્લેઈંગ ઈલેવનમાં ચાર મોટા ફેરફારોની જાહેરાત કરી છે. લંડનના ઓવલ ખાતે ગુરુવારથી શરૂ થનારી આ મેચમાં ઇંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) જમણા ખભાની ઈજાને કારણે રમી શકશે નહીં.

ઇંગ્લેન્ડની ટીમમાં મોટા ફેરફારો

બેન સ્ટોક્સની ગેરહાજરી ઇંગ્લેન્ડ માટે એક મોટો ફટકો છે, કારણ કે તેમની કેપ્ટનશીપ અને ઓલરાઉન્ડ પ્રદર્શન ટીમ માટે મહત્વપૂર્ણ રહ્યા છે. સ્ટોક્સ ઉપરાંત, સ્પિનર લિયામ ડોસન, ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવી શક્યા નથી.

આ ખેલાડીઓના સ્થાને, ઇંગ્લેન્ડે જેકબ બેથેલને ટીમમાં સામેલ કર્યો છે, જે નંબર 6 પર બેટિંગ કરશે. સરેના બોલર ગુસ એટકિન્સન અને જેમી ઓવરટનને પણ ટીમમાં તક આપવામાં આવી છે. આ ઉપરાંત, નોટિંગહામશાયરના ફાસ્ટ બોલર જોશ ટંગ પણ પ્લેઈંગ ઈલેવનનો છે.

પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.