IND vs AUS: હર્ષિત રાણાએ ઓસ્ટ્રેલિયાનો ખેલ બગાડ્યો, 4 વિકેટ ઝડપીને કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

સિડનીમાં રમાયેલ મેચ હર્ષિત રાણાના કારકિર્દીની 8મી વનડે મેચ હતી. આ મેચમાં 4 વિકેટ લઈને તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 25 Oct 2025 03:30 PM (IST)Updated: Sat, 25 Oct 2025 03:30 PM (IST)
ind-vs-aus-harshit-rana-best-bowling-figure-in-odi-in-sydney

IND vs AUS: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા હર્ષિત રાણાને ટીમમાં સ્થાન આપવા પર ઘણા સવાલો ઉઠ્યા હતા. પરંતુ જ્યારે રાણાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીકાકારોને મુંહતોડ જવાબ આપ્યો હતો. હર્ષિત રાણાએ પોતાની બોલિંગથી ખળભળાટ મચાવી દીધો અને કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. હર્ષિત રાણાએ ઓસ્ટ્રેલિયા સામેની સિડની વનડેમાં પૂરી 10 ઓવર પણ નાખી નહોતી. તેણે માત્ર 8.4 ઓવરની બોલિંગ કરી અને તેમાં 39 રન આપીને 4 વિકેટ ઝડપી.

કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

હર્ષિત રાણાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વનડે ડેબ્યૂ કર્યું હતું. સિડનીમાં રમાયેલો આ મુકાબલો તેની કારકિર્દીની 8મી વનડે મેચ હતી. આ મેચમાં 4 વિકેટ લઈને તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું. આ પહેલા વનડેમાં રાણાનો શ્રેષ્ઠ દેખાવ 31 રન આપીને 3 વિકેટ લેવાનો હતો. આનો અર્થ એ છે કે તેણે પોતાના વનડે કરિયરમાં પ્રથમ વખત એક મેચમાં 4 વિકેટ ઝડપી છે.

સિડનીમાં 4 વિકેટ લીધા બાદ, હર્ષિત રાણાના વનડે કરિયરમાં હવે કુલ 16 વિકેટ થઈ ગઈ છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામેની આ વનડે સિરીઝનો અંત 3 મેચોમાં 6 વિકેટ લઈને કર્યો છે. સિડનીમાં ત્રીજા વનડે પહેલા, રાણાના પહેલા બે વનડેમાં માત્ર 2 વિકેટ હતી.

ગૌતમ ગંભીર થયા ખુશ

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે હર્ષિત રાણાને 23 વર્ષનો યુવક ગણાવ્યો હતો અને અપીલ કરી હતી કે તેમને એકલા છોડી દેવામાં આવે. હવે જ્યારે ગંભીરે પોતાની આંખો સામે હર્ષિત રાણાને બોલિંગથી કહેર વરસાવતા અને વનડે કરિયરમાં પ્રથમ વખત 4 વિકેટ લેતા જોયા હશે તો સ્વાભાવિક છે કે તેઓ ખૂબ ખુશ થયા હશે. હર્ષિત રાણાએ આ પ્રદર્શન દ્વારા કેપ્ટન અને ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીરના ભરોસા પર ખરા ઉતર્યા છે.