PM MODI Video: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી એટલે કે ચોથી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સંબંધો 75 વર્ષના થયા છે. તેથી બંને દેશોના pmએ પણ આ મેચની શરુઆતના સમારંભમાં હાજરી આપી હતી. બંને દેશોના વડાપ્રધાને મેચ પહેલા પોત-પોતાના દેશના કેપ્ટનને ખાસ કેપ આપીને સન્માનિત કર્યા હતા, આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કઈંક એવું કર્યું કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ ખુશ થઈ ગયા અને ત્યાં હાજર દરેકના દીલ જીતી લીધા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માને સ્પેશિયલ કેપ આપીને સન્માનિત કર્યા, ત્યાંજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે સ્ટીવ સ્મિથને આ ખાસ ટેસ્ટ મેચ કેપ આપી હતી. સ્મિથ અને અલ્બાનીઝ પોત-પોતાની વાતોમાં વ્યસ્ત હતા, ત્યારે પીએમ મોદીએ સ્મિથને બોલાવ્યા અને હાથ મિલાવીને તેમનું સ્વાગત કર્યું. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ રોહિત શર્માને હાથ મિલાવ્યો અને ચારેયે હાથ ઉપર કરીને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રતાના સંબંધો દર્શાવ્યાં. આમ કરીને pm મોદીએ દરેકના દિલ જીતી લીધા હતા.
આ મેચમાં રમત શરુ થયા પહેલા એક ખાસ ગાડીમાં બંને નેતાઓએ સ્ટેડિયમનો એક રાઉન્ડ લીધો હતો. આ દરમિયાન સ્ટેડિયમ ખચાખચ ભરાયેલું રહ્યું અને દર્શકોએ બંને હાથ ઉંચા કરીને નેતાઓનું સ્વાગત કર્યુ. આ મેચમાં એક ખાસ સિક્કો બનાવવામાં આવ્યો હતો, જેમાં બંને દેશોના ક્રિકેટથી જોડાયેલા સંબંધોને દર્શાવવામાં આવ્યાં હતાં.
બન્ને દેશની ટીમો
ભારતઃ 1. રોહિત શર્મા (કેપ્ટન), 2. શુભમન ગિલ, 3. ચેતેશ્વર પુજારા, 4. વિરાટ કોહલી, 5. શ્રેયસ અય્યર, 6. રવિન્દ્ર જાડેજા, 7. કેએસ ભરત (વિકેટકિપર), 8. આર અશ્વિન, 9. અક્ષર પટેલ, 10. ઉમેશ યાદવ, 11. મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાઃ 1. ટ્રેવિસ હેડ, 2. ઉસ્માન ખ્વાજા, 3. માર્નસ લાબુશેન, 4. સ્ટીવન સ્મિથ (કેપ્ટન), 5. પીટર હેન્ડ્સકોમ્બ, 6. કેમેરોન ગ્રીન, 7. એલેક્સ કેરી (વિકેટકિપર), 8. મિશેલ સ્ટાર્ક, 9. ટોડ મર્ફી, 10. નાથન લિયોન, 11. મેથ્યુ કુહનેમેન.
