IND vs AUS 3rd T20 Live Cricket Score, India vs Australia Match Live Score Updates (ભારત વિ. ઓસ્ટ્રેલિયા લાઇવ સ્કોર): હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20Iમાં ભારતને 187 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડ (74) અને માર્કસ સ્ટોઈનિસ (64) ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 186/6 રન બનાવ્યા. ડેવિડ અને સ્ટોઈનિસ બંનેએ ફિલ્ડિંગમાં કેચ છોડ્યા તેનું પરિણામ ભારતને ભોગવવું પડ્યું.
બોલિંગમાં, પરત ફરતા ઝડપી બોલર અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ વિકેટ લીધી. રહસ્યમય સ્પિનર વરુણ ચક્રવર્તીએ પણ સતત બે બોલમાં બે વિકેટ લઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારત પાંચ મેચની શ્રેણીમાં 1-0 થી પાછળ છે અને શ્રેણી જીતવા માટે બાકીની ત્રણેય મેચ જીતવાની જરૂર પડશે.
IND vs AUS Live Score, 3rd T20: ટીમ ઇન્ડિયાની ચોથી વિકેટ પડી. અક્ષર પટેલ 17 રન બનાવીને આઉટ થયો.
IND vs AUS Live Score, 3rd T20: 10 ઓવરમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 3 વિકેટે 104 રન છે.
IND vs AUS Live Score, 3rd T20: ટીમ ઇન્ડિયાની ત્રીજી વિકેટ પડી. સુર્યાકુમાર યાદવ 24 રન બનાવીને આઉટ થયો.
IND vs AUS Live Score, 3rd T20: ટીમ ઇન્ડિયાની બીજી વિકેટ પડી. શુભમન ગીલ 15 રન બનાવીને આઉટ થયો.
IND vs AUS Live Score, 3rd T20: ભારતની પ્રથમ વિકેટ પડી. અભિષેક શર્મા 25 રન બનાવીને આઉટ થયો.
IND vs AUS Live Score, 3rd T20: ઓસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો; ટીમ ડેવિડ અને સ્ટોઇનિસની હાફ સેન્ચુરી; અર્શદીપની 3 વિકેટ
IND vs AUS Live Score, 3rd T20: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 18 ઓવર બાદ 5 વિકેટના નુકશાન પર 170 રન
IND vs AUS Live Score, 3rd T20: માર્કસ સ્ટોઇનિસની શાનદાર હાફ સેન્ચુરી
IND vs AUS Live Score, 3rd T20: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 15 ઓવર બાદ 5 વિકેટના નુકશાન પર 130 રન
IND vs AUS Live Score, 3rd T20: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 13 ઓવર બાદ 5 વિકેટના નુકશાન પર 118 રન
IND vs AUS Live Score, 3rd T20: ટીમ ડેવિડ 74 રન બનાવીને આઉટ, તિલક વર્માનો બાઉન્ડ્રી પર શાનદાર કેચ
IND vs AUS Live Score, 3rd T20: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 ઓવર બાદ 4 વિકેટના નુકશાન પર 75 રન
IND vs AUS Live Score, 3rd T20: વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં માર્શ અને ઓવનને પેવેલિયન ભેગા કર્યા
IND vs AUS Live Score, 3rd T20: ટીમ ડેવિડની ધમાકેદાર બેટિંગ, 200થી વધુના સ્ટ્રાઈક રેટથી ફિફ્ટી ફટકારી
IND vs AUS Live Score, 3rd T20: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 ઓવર બાદ 2 વિકેટના નુકશાન પર 43 રન, ટીમ ડેવિડ અને માર્શ ક્રીઝ પર
IND vs AUS Live Score, 3rd T20: અર્શદીપ સિંહની ડબલ સ્ટ્રાઈક, ટ્રેવિસ હેડ અને જોશ ઇંગ્લિસનો શિકાર કર્યો
IND vs AUS Live Score, 3rd T20: ત્રીજી T20 માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (c), તિલક વર્મા, જીતેશ શર્મા (w), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (c), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (w), ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન.
IND vs AUS Live Score, 3rd T20: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ટીમમાં 3 બદલાવ; અર્શદીપ સિંહની વાપસી
IND vs AUS Live Score, 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ 2 નવેમ્બર, રવિવારના રોજ રમાશે.
IND vs AUS Live Score, 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાશે.
IND vs AUS Live Score, 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ IST બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1:15 વાગ્યે થશે.
IND vs AUS Live Score, 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20I મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોવા મળશે.
IND vs AUS Live Score, 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20I મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં પ્લેટફોર્મ પર થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20I મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અથવા વેબસાઇટ પર જોઈ શકાશે.
IND vs AUS Live Score, 3rd T20: ત્રીજી T20 માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કપ્તાન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કપ્તાન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, સીન એબોટ, તનવીર સંઘા.
IND vs AUS Live Score, 3rd T20: હેડ-ટુ-હેડ રેકોર્ડ
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 34 મુકાબલા રમાઈ ચૂક્યા છે. તેમાં ભારતે 20 મેચમાં જીત મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને 12 વખત જીત મળી છે. બાકીની 2 મેચો અનિર્ણિત રહી હતી.
IND vs AUS Live Score, 3rd T20: હોબાર્ટ પિચ રિપોર્ટ (Hobart Pitch Report)
બેલેરાઇવ ઓવલની પિચ શરૂઆતમાં બોલરોને મદદરૂપ બનવાની શક્યતા છે. અહીં બેટિંગ કરવી સરળ નથી, કારણ કે પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર માત્ર 155 રન છે. જોકે, બોલ જૂનો થતાની સાથે બેટિંગ અનુકૂળ બની જાય છે. સ્પિનરોને ખાસ મદદ નહીં મળે, અને અંતિમ તબક્કામાં બેટિંગ સરળ બની જતાં, ટોસ જીતનાર ટીમ ચેઝ કરવાનું પસંદ કરી શકે છે.
IND vs AUS Live Score, 3rd T20: આજે હોબાર્ટમાં હવામાન કેવું રહેશે? (Hobart Weather Today)
આજે, 2 નવેમ્બરના રોજ હોબાર્ટમાં મોટાભાગે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે, જોકે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે. તેથી આશા રાખી શકાય કે ચાહકોને આખી મેચ વરસાદના વિઘ્ન વિના જોવા મળશે.
IND vs AUS Live Score, 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો
ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
ઓસ્ટ્રેલિયન ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, મિચેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, એડમ ઝામ્પા, નાથન એલિસ, જોશ હેઝલવુડ (મેચ 1-2), સીન એબોટ (મેચ 1-3), ગ્લેન મેક્સવેલ (મેચ 3-5), ઝેવિયર બાર્ટલેટ, માહલી બીર્ડમેન (મેચ 3-5), બેન દ્વારશુઇસ (મેચ 4-5).
