Cricket
IND vs AUS 1st ODI: ટોપ ઓર્ડરના ધબડકા બાદ રાહુલ-જાડેજાની શાનદાર પાર્ટનરશિપ, ટીમ ઈન્ડિયાની 5 વિકેટે જીત
India Vs Australia, 1st ODI Scorecard and Updates – ભારત વિ ઓસ્ટ્રેલિયા: મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 35.4 ઓવરમાં 188 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી. જે બાદ ભારતીય ટીમે 39.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવતા મેચ જીતી લીધી.
ભારતીય ટીમે એક સમયે 39 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ભારતીય ઓપનર કેએલ રાહુલે 91 બોલમાં 75 રનની મેચ વિનિંગ ઈનિંગ રમીને જીત અપાવી. તેનો સાથ રવિન્દ્ર જાડેજાએ આપ્યો. જાડેજાએ 69 બોલમાં 45 રનની શાનદાર ઈનિંગ રમી. બંને ખેલાડી નોટઆઉટ રહ્યાં. રાહુલ અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 123 બોલ પર 108 રનની પાર્ટનરશિપ કરી.
આ પહેલાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 4 ટેસ્ટ મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. હવે વનડે સીરીઝની પહેલી મેચ પણ પોતાને નામે કરી છે.
ભારતનો વિકેટ પડવાનો ક્રમ
5 રને પ્રથમ વિકેટ (ઈશાન કિશન-3 રન.)
16 રને બીજી વિકેટ (વિરાટ કોહલી- 4 રન.)
16 રને ત્રીજી વિકેટ (સૂર્યકુમાર યાદવ- શૂન્ય રન.)
39 રને ચોથી વિકેટ (શુભમન ગિલ-20 રન.)
માર્શની વનડેમાં 14મી ફિફટી
મિચેલ માર્શે આજની મેચમાં ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ઓપનિંગ કરી હતી. તેણે પોતાના વનડે કરિયરની 14મી ફિફટી ફટકારી ટીમને સારી પોઝિશનમાં લાવી દીધી છે. તેણે 65 બોલમાં 10 ફોર અને 5 સિક્સની મદદથી 81 રન કર્યા હતા. તે જડ્ડુની બોલિંગમાં શોર્ટ થર્ડ મેન પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.
હાર્દિકે સ્મિથને પેવેલિયન ભેગો કર્યો
ઇન્ડિયન કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને પેવેલિયન ભેગો કર્યો હતો. સ્મિથ હાર્દિકની બોલિંગમાં કટ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને કીપર રાહુલે તેનો કેચ કર્યો હતો. સ્મિથે 30 બોલમાં 4 ફોરની મદદથી 22 રન કર્યા હતા.
સિરાજે હેડને બોલ્ડ કર્યો
મોહમ્મદ સિરાજે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હેડ સિરાજની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 10 બોલમાં 1 ફોરની મદદથી 5 રન કર્યા હતા.
હાર્દિક કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયાની કપ્તાની
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. આજની મેચમાં હાર્દિક પંડ્યા નિયમિત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. રોહિત સિરીઝની બાકીની બે મેચોમાં ટીમનું સુકાન સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પહેલા જ કહ્યું હતું કે રોહિતે પારિવારિક કારણોસર શ્રેણીની પ્રથમ વનડેમાંથી આરામ લીધો છે.
મુંબઈમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર આ વર્ષના અંતમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારીઓ પર રહેશે. આ મેદાન પર બંને ટીમો ત્રણ વર્ષ પછી આમને-સામને થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમ માત્ર એક જ જીત મેળવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચમાં સફળતા મળી હતી. વર્ષ 2020માં છેલ્લી વખત જ્યારે બંને ટીમો અહીં આમને-સામને હતી, ત્યારે કાંગારુ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી.
હેડ-ટુ-હેડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 143 વનડેમાં ભારતીય ટીમ માત્ર 53 મેચ જ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 80 જીતી હતી. 10 મેચ અનિર્ણિત રહી હતી. તે જ સમયે, ભારતમાં બંને વચ્ચે અત્યાર સુધીમાં 64 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 29 મેચમાં જીત મેળવી હતી. 30માં હાર મળી હતી. 5 મેચ અનિર્ણિત રહી હતી.
વેધર રિપોર્ટ
મુંબઈમાં મેચ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે. તાપમાન 24થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સંભાવના નથી.
પિચ રિપોર્ટ
વાનખેડેની પિચ સામાન્ય રીતે સપાટ હોય છે, જે ઝાકળ પછી બેટિંગ માટે વધુ સારી બને છે. અહીં દર વખતે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 27 ODI મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 13 મેચ જીતી છે, જ્યારે પ્રથમ બોલિંગ કરનાર ટીમ 14 મેચ જીતી છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક, સીન એબોટ, એશ્ટન અગર.