IND vs AFG Live Score: પ્રથમ દિવસના અંતે ભારતની સ્થિતિ મજબૂત, ગિલ-રાહુલની સેન્ચુરી; સુદર્શન અને પંતની હાફ સેન્ચુરી

IND vs AFG Live Score, One-off Test Day 1: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાનપુરમાં રમાઈ રહી છે એકમાત્ર ટેસ્ટ મેચ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 06 Jun 2026 09:34 AM (IST)Updated: Sat, 06 Jun 2026 06:46 PM (IST)
ind-vs-afg-live-score-one-off-test-day-1-india-vs-afghanistan-full-match-scorecard-updates-highlights-new-chandigarh

IND vs AFG Live Score, One-off Test Day 1: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચનો આજથી પ્રારંભ થયો. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા આ મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને પ્રવાસી અફઘાનિસ્તાનની ટીમને ફિલ્ડિંગ માટે આમંત્રિત કરી છે. આ મેચ સાથે જ ભારતીય ટીમ પોતાની નવી ટેસ્ટ સીઝનની શરૂઆત કરી રહી છે. ખાસ વાત એ છે કે, આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાઈ રહેલી આ સર્વપ્રથમ ટેસ્ટ મેચ છે.

IND vs AFG Live Score: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકશાન પર 368 રન છે. કેપ્ટન શુભમન ગિલ 103 રન અને ઋષભ પંત 50 રન બનાવીને ક્રીઝ પર છે.

IND vs AFG Live Score: પ્રથમ દિવસના અંતે ભારતની સ્થિતિ મજબૂત, ગિલ-રાહુલની સેન્ચુરી; સુદર્શન અને પંતની હાફ સેન્ચુરી

IND vs AFG Live Score: કેએલ રાહુલ સેન્ચુરી બનાવીને આઉટ, ભારતનો સ્કોર 250 રનને પાર

IND vs AFG Live Score: સાઈ સુદર્શન 81 રન બનાવીને આઉટ થયો, રાહુલ અને કેપ્ટન ગિલ ક્રીઝ પર

IND vs AFG Live Score: કેએલ રાહુલ અને સાઈ સુદર્શનની હાફ સેન્ચુરી, બંને વચ્ચે 100 રનથી વધુની પાર્ટનરશીપ

IND vs AFG Live Score: કેએલ રાહુલે હાફ સેન્ચુરી ફટકારી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર

IND vs AFG Live Score: ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર, રાહુલ અને સુદર્શન ક્રીઝ પર જામ્યા

IND vs AFG Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો પ્રથમ ઝટકો, યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને થયો આઉટ

IND vs AFG Live Score: માનવ સુથારનું ભારતીય ટીમમાં ડેબ્યૂ

નવી સીઝનની આ પ્રથમ મેચ ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી માટે ખૂબ જ ખાસ સાબિત થઈ છે. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર માનવ સુથારને આજે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. ટીમ મેનેજમેન્ટે આ મેચમાં યુવા પ્રતિભાઓ પર ભરોસો મૂકીને પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે.

IND vs AFG Live Score: શ્રીલંકા પ્રવાસની તૈયારી માટે મહત્વનો મુકાબલો

વર્ષ 2026 માં ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમો માટે આ પ્રથમ ટેસ્ટ મેચ છે. જોકે, આ મુકાબલો 2025-27 ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રનો હિસ્સો નથી. તેમ છતાં, ભારતીય ટીમ આ મેચને આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારા શ્રીલંકા પ્રવાસની પૂર્વતૈયારી તરીકે જોઈ રહી છે, જ્યાં શુભમનની આગેવાની હેઠળ ભારત બે ટેસ્ટ મેચોની સિરીઝ રમવાનું છે.

IND vs AFG Live Score: અફઘાનિસ્તાન સામે ભારતનો બીજો ટેસ્ટ મુકાબલો

ક્રિકેટના ઇતિહાસમાં આ બીજી એવી તક છે જ્યારે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો ટેસ્ટ ફોર્મેટમાં આમને-સામને આવી છે. આ અગાઉ જૂન 2018 માં બેંગલુરુ ખાતે અફઘાનિસ્તાને ભારત સામે જ પોતાની પ્રથમ ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા એક ઇનિંગ્સ અને 262 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. એકંદરે ક્રિકેટ ઇતિહાસની વાત કરીએ તો, અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેમણે 4 મેચમાં જીત મેળવી છે, 7 માં હારનો સામનો કરવો પડ્યો છે અને 1 મેચ ડ્રો રહી છે.

IND vs AFG Live Score: બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન (Playing XI)

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુધરસન, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લા ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.