PAK Team Mujahid Mentality: ભારત સામે મેચમાં પાકિસ્તાનની આતંકવાદી માનસિકતા છતી થઈ; ઓપનર સાહિબજાદા, હારિસ રઉફે કરી હરકત

હારિસ રઉફે વિમાનોને તોડી પાડ્યા જેવા ઈશારા કર્યાં અને આંગળીથી છ વિમાનો તોડી પાડ્યાંના સંકેત કર્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 22 Sep 2025 05:12 PM (IST)Updated: Mon, 22 Sep 2025 05:13 PM (IST)
how-pakistan-brought-mujahid-mentality-to-the-cricket-pitch-agaist-india-in-asia-cup-2025

PAK Team Mujahid Mentality: ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકારી તેની ઉજવણી અને ઝડપી બોલર હારિસ રઉફ દ્વારા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ સમક્ષ જે પ્રતિક્રિયા આપવામાં આવી તે ટીમની મુજાહિદ માનસિકતાને છતી કરે છે.

રવિવારે જ્યારે સુપર ફોર મેચમાં ફરહાને 50 રન બનાવ્યા ત્યારબાદ AK-47 બંદૂકની નકલ કરી હતી, એવી જ રીતે જ્યારે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ કોહલી, કોહલીના નારા લગાવી રહ્યા હતા ત્યારે તે સાંભળી ચિડાઈ ગયેલા હારિસ રઉફે વિમાનોને તોડી પાડ્યા જેવા ઈશારા કર્યાં અને આંગળીથી છ વિમાનો તોડી પાડ્યાંના સંકેત કર્યાં હતા.આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

તેની આ હરકત ઓપરેશન સિંદૂર સમયે છ ભારતીય વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના ખોટા દાવા તરફ ઈશારો કરતો હતો. હકીકતમાં પાકિસ્તાનની હવા ત્યારે નિકળી ગઈ કે જ્યારે મે મહિનામાં ભારતીય સેનાના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો અને હવે ક્રિકેટના મેદાનમાં પણ ટીમ ઈન્ડિયાના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો.

રવિવારે ભારતે પાકિસ્તાનને એશિયા કપ 2025 સિરીઝમાં સતત બીજી વખત હરાવ્યું હતું. છેલ્લા 17 એશિયા કપ ટુર્નામેન્ટની મેચમાં 11મી વખત ભારતના હાથે પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં ફરહાને આક્રમક અંદાજમાં પોતાની આ હરકતને યોગ્ય ઠરાવી હતી. તે સમયે ખુશીનો માહોલ હતો. મે 50 રન ફટકાર્યાં તો મારા મનમાં વિચાર આવ્યો કે ચાલો ઉજવણી કરીએ. મને ખબર ન હતી કે લોકો તેને કેવી રીતે ધ્યાનમાં લેશે. મને તેની કોઈ જ પરવાહ નથી.