અમદાવાદમાં ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર નીકળ્યો Hardik Pandya, કારમાં માહિકા શર્મા સાથે ગીતો ગાતો દેખાયો

મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યા જાતે કાર ચલાવીને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 20 Dec 2025 12:31 PM (IST)Updated: Sat 20 Dec 2025 12:31 PM (IST)
hardik-pandya-long-drive-in-ahmedabad-with-his-girlfriend-mahika-sharma-658827

Hardik Pandya Girlfriend: 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવી જીત મેળવી હતી. હાર્દિક પંડ્યાએ 25 બોલ પર 63 રનની ઇનિંગ રમીને મેચનો હીરો બન્યો હતો. મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યા જાતે કાર ચલાવીને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો.

માહિકા શર્મા સાથે લોંગ ડ્રાઇવ પર નીકળ્યો પંડ્યા
જીત બાદ ભારતીય ટીમ જ્યારે આઈટીસી નર્મદા હોટેલ પરત ફરી ત્યારે હોટેલના શેફ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી. તમામ ક્રિકેટરોએ કેક કાપી જીતનું સેલિબ્રેશન કર્યું. હોટેલના સેલિબ્રેશનમાં રાજીવ શુકલા પણ હાજર રહ્યાં હતાં. રાતે સેલિબ્રેશન બાદ હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઇવ પર નીકળ્યો હતો.

માહિકા શર્માએ કારમાં હાર્દિક પંડ્યાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા જીત બાદ ખુબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. તે કાર ચલાવતી વખતે ગીત પણ ગાઈ રહ્યો હતો. બંને એકબીજા સાથે જીત બાદ સાથે સેલિબ્રેશનની ઉજવણી કરી રહ્યા હતા અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.