મુંબઈને કાયમ માટે અલવિદા! હાર્દિક પંડ્યાએ લીધો ચોંકાવનારો નિર્ણય, શું છે આ મોટા ફેરફાર પાછળનું અસલી કારણ?

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હવે કાયમી ધોરણે બેંગલુરુ શિફ્ટ થઈ ગયો છે. BCCIના સેન્ટર ઓફ એક્સિલન્સ (COE)માં શ્રેષ્ઠ ટ્રેનિંગ અને ફિટનેસ સુવિધાઓ મેળવવા માટે તેમણે આ મોટો નિર્ણય લીધો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 30 Jun 2026 09:55 PM (IST)Updated: Tue, 30 Jun 2026 09:55 PM (IST)
goodbye-to-mumbai-forever-hardik-pandya-took-a-shocking-decision-what-is-the-real-reason-behind-this-big-change

Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાએ પોતાના જીવનમાં એક મોટું પરિવર્તન કરતા કાયમી ધોરણે મુંબઈ છોડીને બેંગલુરુમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો છે.જો તમે વિચારી રહ્યા છો કે હાર્દિકે અચાનક આ નિર્ણય કેમ લીધો, તો તમને અહીં જવાબ મળશે.

શું છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ?

હાર્દિક પંડ્યાનો આ નિર્ણય કોઈ અંગત કારણોસર નહીં, પરંતુ સંપૂર્ણપણે તેની પ્રોફેશનલ કારકિર્દી અને ફિટનેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હાર્દિક હવે બેંગલુરુમાં સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સિલન્સ (COE)ને પોતાની ટ્રેનિંગનું મુખ્ય મથક બનાવવા માંગે છે.

BCCIના સૂત્રોનો ખુલાસો

BCCIના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે- હાર્દિક હવે કાયમી ધોરણે બેંગલુરુમાં સ્થાયી થઈ ગયો છે. તેણે સેન્ટર ઓફ એક્સિલન્સની નજીક જ એક મકાન ભાડે રાખ્યું છે. તે સેન્ટર ઓફ એક્સિલન્સને ટ્રેનિંગ માટે પોતાનું કાયમી ઠેકાણું બનાવનાર પ્રથમ સેન્ટ્રલી-કોન્ટ્રાક્ટેડ ભારતીય ક્રિકેટર બની ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે- મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાંથી દરરોજ ટ્રેનિંગ માટે આવવા-જવામાં હાર્દિકને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે, ઈજાઓમાંથી રિકવરી મેળવવા અને પોતાની સ્કિલ્સ પર કામ કરવા માટે તેને સેન્ટર ઓફ એક્સિલન્સ જેવી આધુનિક સુવિધાઓની સતત જરૂર રહે છે, જે તેને બેંગલુરુમાં સરળતાથી મળી રહેશે.

ઈજા અને ફિટનેસ પર ફોકસ

છેલ્લા છ મહિનામાં હાર્દિક પંડ્યાએ તેનો મોટાભાગનો સમય બેંગલુરુના આ સેન્ટર ઓફ એક્સિલન્સમાં ફિટનેસ સુધારવા માટે વિતાવ્યો છે. ઈજાના કારણે તે અગાઉ ઘણી મહત્વની સિરીઝ ચૂકી ગયો હતો, તેથી હવે તે કોઈ પણ જોખમ લેવા માંગતો નથી અને પોતાની ફિટનેસને લઈને સતર્ક બની ગયો છે.