Virat Kohli- Anushka Sharma Video: તાજેતરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં અનુષ્કા શર્મા અને કોહલીનો મસ્તીભર્યો અંદાજ જોઈ શકાય છે. બંનેએ સ્પોર્ટ્સ કંપની પુમાના Jam With Fam કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના એન્ગ્રી સેલિબ્રેશનની નકલ પણ કરી હતી અને કહ્યું કે અમુક વખતે તો બોલર કરતા વધારે તો વિરાટ સેલિબ્રેશન કરતો હોય છે. આના ઉત્તરમાં વિરાટે કહ્યું હતું કે યાર એ મોમેન્ટ હોય છે, મને પણ ખ્યાલ નથી હોતો કે હું આમ કરી રહ્યો છે પણ એ ક્ષણનું મહત્વ છે.
વિરાટને સ્લેજ કર્યો
અનુષ્કાએ રમૂજી અંદાજમાં વિરાટને સ્લેજ પણ કર્યો હતો. અનુષ્કા વિકેટકિંપિગ કરી રહી હતી અને વિરાટ બેટિંગની એક્ટિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન અનુષ્કાએ કહ્યું વિરાટ આજે 24 એપ્રિલ છે, આજે તો સદી માર. એના જવાબમાં વિરાટે કહ્યું તમારી ટીમના જેટલા રન નહીં હોય એટલી મારી મેચ છે. આ પર અનુષ્કા સહિત હાજર સૌ લોકો હસી પડ્યા હતા.
અનુષ્કાએ બેંગ્લોરની યાદો તાજી કરી
અનુષ્કા બેંગ્લોરની છે અને બેંગ્લોર વિશે સવાલ પૂછાતા તેણે કહ્યું કે હું બેંગ્લોરની છું અને જ્યારે અહીં આવું છું ત્યારે ફરી મને હું અહીં રહેતી હતી તે યાદો તાજી થઈ જાય છે. મને નથી ખ્યાલ પણ વિરાટે કહ્યું કે તું બેંગ્લોર આવે ત્યારે બેંગ્લોરની ભાષાનો થોડો ટોન પણ આવી જાય છે.
વિરાટની યાદશક્તિ જોઈ અનુષ્કા હેરાન
એન્કરે અનુષ્કાની ફિલ્મના કોઈ ડાઈલોગ બોલવાનું બંનેને કહ્યું ત્યારે અનુષ્કાએ તો ડાઈલોગ બોલી દીધો પરંતુ વિરાટ માટે તે થોડું અઘરુ હતું પરંતુ તેણે અનુષ્કાની બેન્ડ બાજા બારાતનો બિઝનેસ કરલે તું મેરે સાથ બ્રેડ પકોડે કી કસમ કભી ધોકા નહીં દુંગા ડાઈલોગ બોલી દીધો. આ સાંભળી અનુષ્કા સ્તબ્ધ રહી ગઈ કે તને કેમનો યાદ છે અને વિરાટને ભેટી પડી.