Shapoor Zadran: એક સમયે પોતાની ઝડપને લીધે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર અફઘાનિસ્તાનનો સ્ટાર પેસર અત્યારે તેના જીવનની સૌથી મોટી લડાઈ લડી રહ્યો છે. હોસ્પિટલમાંથી સામે આવેલી તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે અને ક્રિકેટ જગત તે જલદી સાજો થાય તે માટે પ્રાર્થના કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 38 વર્ષનો આ ખેલાડી હાલમાં ભારતમાં છે અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેની હાલત ખૂબ જ ગંભીર છે અને તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. અહેવાલો પ્રમાણે તેના શ્વેત રક્તકણોની સંખ્યા ખતરનાક રીતે ઘટી ગઈ છે, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ રહી છે.
Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai
— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026
ભારતમાં સારવાર ચાલી રહી છે
એવું જાણવા મળ્યું છે કે ઝદરાન ઘણા અઠવાડિયાથી બીમાર હતો. શરૂઆતમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ પછીથી તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે હાલમાં ભારતમાં સારવાર લઈ રહ્યો છે અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ક્રિકેટ જગત તેમની સાથે ઉભું છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલે હોસ્પિટલમાંથી તેનો ફોટા શેર કરીને લખ્યું કે ઝદરાન તેના ભાઈ જેવો છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.
કેવી રહી આંતરરાષ્ટ્રીય સ્તરે કરિયર
ઝદરાન અફઘાનિસ્તાન ક્રિકેટના તે મહત્વના ખેલાડીઓ પૈકી એક છે કે જેણે ઈન્ટરનેશનલ લેવલ પર પોતાની ઓળખ બનાવી હતી. તેમણે વર્ષ 2009માં નેધરલેન્ડ સામે મેચની શરૂઆત કરી હતી અને કરિયમાં આશરે 80 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ODIમાં તેણે 44 મેચમાં 44 વિકેટ લીધી હતી. તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન 24 રન આપી 4 વિકેટ હતી. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં 36 મેચમાં 27 વિકેટ પોતાના નામે કરી હતી.
