DC vs PBKS Cricket Score: શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 265 રનનો ટાર્ગેટ હાંસલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પંજાબની ટીમ IPL ટુર્નામેન્ટ ઉપરાંત T20 ક્રિકેટ ઈતિહાસમાં પણ સૌથી વિશાળ ટાર્ગેટને હાંસલ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
પંજાબની જીતનો હીરો ઓપનર પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ ઐયર રહ્યાં. પ્રભસિમરન સિંહે માત્ર 26 બોલમાં 76 રન બનાવી ધમાકેદાર ઈનિંગ રમ્યો હતો. તે ઉપરાંત અય્યરે પણ 36 બોલમાં નોટઆઉટ 71 રન બનાવ્યા હતા. કરુણ નાયરે અય્યરના બે કેચ છોડ્યા,જે મેચના ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં કુલ 529 રન બન્યા છે, જે IPL ઈતિહાસમં એક મેચમાં બે ટીમ દ્વારા બનાવવામાં આવેલા આ સૌથી વિશાળ સ્કોર છે.
આ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે K L Rahul 152 રનની નોટઆઉટ ઈનિંગ રમ્યો હતો અને ટીમે 264 રનના વિશાળ સ્કોર ખડક્યો હતો. રાહુલ દ્વારા IPL કરિયરમાં આ તેની છઠ્ઠી સદી હતી. રાહુલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ 150 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો હતો. જ્યારે આ મેચમાં નીતિશરાણા 91 રન બનાવી આઉટ થયો હતો.
કેએલ રાહુલે IPL ઈતિહાસમાં સૌથી વધારે સદી ફટકારનાર ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. યુનિવર્સ બોસે પણ IPLમાં IPLમાં 6 સદી ફટકારી હતી. વિરાટ કોહલીના નામે IPLમાં સૌથી વધાર 8 સદીનો રેકોર્ડ છે.
