DC vs GT Weather Report, IPL 2026: આઈપીએલ 2026 ની 14મી મેચમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જામશે. અક્ષર પટેલની આગેવાની હેઠળ દિલ્હીની ટીમ જીતની હેટ્રિક કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે, જ્યારે ગુજરાતની ટીમ સીઝનની પ્રથમ જીતની શોધમાં છે. જોકે, આ મુકાબલા પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે, જેણે ફેન્સની ચિંતામાં વધારો કર્યો છે.
DC vs GT Weather Report: શું દિલ્હીમાં પણ રમત બગડશે?
ચાલુ સીઝનમાં વરસાદ સતત મેચોમાં ખલેલ પહોંચાડી રહ્યો છે. અગાઉ કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી, જ્યારે ગુવાહાટીમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની મેચમાં ઓવરો ઘટાડવી પડી હતી. સોમવારે રાત્રે દિલ્હીમાં થયેલા ભારે વરસાદ બાદ આજની મેચમાં પણ હવામાનની અસર જોવા મળે તેવી શક્યતા છે.
DC vs GT Weather Report: હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે 1:00 થી 3:00 વાગ્યા દરમિયાન દિલ્હીમાં ભારે વરસાદની 47% શક્યતા છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે સાંજ સુધીમાં આકાશ સાફ થવાની સંભાવના છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 28°C અને લઘુત્તમ 17°C રહેવાનો અંદાજ છે.
DC vs GT: હેડ-ટુ-હેડ આંકડા
IPLના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સે 4 જીત મેળવી છે જ્યારે દિલ્હી કેપિટલ્સે 3 મેચ જીત્યા છે; આંકડાકીય રીતે ગુજરાતનો હાથ થોડો ઉપર છે, પરંતુ હાલની ફોર્મ જોતા દિલ્હીની ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
Gujarat Titans IPL 2026 Squad । GT 2026 ની સંપૂર્ણ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, રાહુલ તેવટિયા, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધા કૃષ્ણા, આર. સાઈ કિશોર, ઈશાંત શર્મા, ગ્લેન ફિલિપ્સ, જયંત યાદવ, મોહમ્મદ અરશદ ખાન, કુમાર કુશાગ્રા, માનવ સુથાર, નિશાંત સિંધુ, ગુરનૂર સિંઘ બ્રાર, અનુજ રાવત, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, અશોક શર્મા, લ્યુક વુડ અને પૃથ્વી રાજ.
