T20 World Cup 2026 Indian Team:T-20 વર્લ્ડ કપ 2026(T20 World Cup 2026) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં કેટલાક ચોંકાવનાર નિર્ણયો જોવા મળ્યા છે. ઈશાન કિશન(Ishan Kishan)ને સ્થાન મળ્યું છે. તેની પાછળનું કારણ ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન માનવામાં આવે છે, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન રહ્યું છે.
ઈશાન કિશનને સામેલ કરવા પાછળ શું કારણ હતું તે અંગે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ખુલાસો કર્યો છે.
આ કારણથી ઈશાન કિશનને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યુ
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ 2026 ટીમમાં ઈશાન કિશનના સમાવેશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઈશાન કિશન મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ટોચના ક્રમમાં બેટિંગ કરે છે અને હાલમાં ઉત્તમ ફોર્મમાં છે.
તે અગાઉ પણ ભારતીય ટીમ માટે રમી ચૂક્યો છે. તે ઘણા સમયથી ટીમનો ભાગ નથી કારણ કે તે ઋષભ પંત અને ધ્રુવ જુરેલથી આગળ છે.વર્લ્ડ કપ ટીમની વાત કરીએ તો અમને લાગ્યું કે ટોચના ક્રમમાં વિકેટકીપર-બેટ્સમેન રાખવાની જરૂર છે જે વધુ મજબૂતી આપશે તેથી જ અમે ઈશાન કિશનને પસંદ કરવાનું નક્કી કર્યું છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનથી પુનરાગમન થયું
ઈશાન કિશનને ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મેળવી છે.
છેલ્લા બે વર્ષથી ટીમમાંથી ગેરહાજર રહેલા કિશનએ તાજેતરમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 10 મેચમાં 517 રન બનાવીને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો. હવે ઈશાનની વાપસી સાથે બધાની નજર તેના પર છે કે તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે કે નહીં.
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),અભિષેક શર્મા,સંજુ સેમસન (વિકેટકીપર),તિલક વર્મા,હાર્દિક પંડ્યા,શિવમ દુબે,અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન.
