BCCI New Rules: મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા ક્રિકેટના નવા નિયમોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે આગામી ડોમેસ્ટિક સીઝનથી ભારતીય ઘરેલું ક્રિકેટમાં સત્તાવાર રીતે લાગુ કરવા જઈ રહ્યું છે. આ નવા નિયમો રણજી ટ્રોફી (Ranji Trophy), વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિતની તમામ મોટી ઘરેલું ટૂર્નામેન્ટ્સમાં જોવા મળશે.
આ ફેરફારો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિવસના અંતિમ ઓવરોના રોમાંચથી લઈને મેદાનમાં હેડ કોચની એન્ટ્રી અને વિકેટકીપરના ગ્લવ્ઝની ભૂમિકા સુધીના નિયમોને સ્પર્શે છે.
