Babar Azam New World Record: બાબર આઝમે ટી20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન બાબર આઝમે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને મોટા અંતરથી પાછળ છોડી દીધો હતો. બાબર આઝમે આયર્લેન્ડ સામે અણનમ 32 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. બાબરની ઇનિંગ્સના આધારે, પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2024માં તેમના અભિયાનનો વિજયી અંત કર્યો હતો.
બાબર આઝમે લોડરહિલમાં રમાયેલી મેચમાં 34 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. બાબરની ઇનિંગ્સના દમ પર પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2024ની તેની છેલ્લી લીગ મેચમાં 7 બોલ બાકી રહેતા આયર્લેન્ડને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. બાબર આઝમે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે.
બાબર આઝમે T20 વર્લ્ડ કપમાં 17 ઇનિંગ્સમાં 549 રન બનાવ્યા હતા. આ પહેલા ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો. ધોનીએ 29 ઇનિંગ્સમાં 529 રન બનાવ્યા હતા. બાબરે ધોનીને 12 ઇનિંગ્સના જંગી અંતરથી પાછળ છોડી દીધો હતો.
T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન
549 - બાબર આઝમ (17 ઇનિંગ્સ)*
529 - એમએસ ધોની (29 ઇનિંગ્સ)
527 - કેન વિલિયમસન (19 ઇનિંગ્સ)
360 - મહેલા જયવર્દને (11 ઇનિંગ્સ)
352 - ગ્રીમ સ્મિથ (16 ઇનિંગ્સ)
પાકિસ્તાનની ટીમ ભારત, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડની સાથે ગ્રુપ Aમાં હતી. ભારત અને અમેરિકા સુપર-8 રાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં 4 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. પાકિસ્તાને કેનેડા અને આયર્લેન્ડને હરાવ્યું જ્યારે તેને ભારત અને અમેરિકાની સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
