જાગરણ ફર્સ્ટ: ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટમાં ટોસ પહેલાં ગ્રાઉન્ડ પર હશે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, PM મોદી પણ હાજરી આપે તેવી પ્રબળ સંભાવના

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 21 Feb 2023 11:55 AM (IST)Updated: Tue, 21 Feb 2023 12:06 PM (IST)
australian-pm-to-attend-the-india-vs-australia-test-at-narendra-modi-stadium-ahmedabad-high-chance-of-pm-modi-presence-too

મનન વાયા, અમદાવાદ.
India vs Australia Test at NaMo Stadium: ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે છે. બંને વચ્ચે હાલ 4 ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ બંને ટેસ્ટમાં ભારતે જીત મેળવી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખે છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ 1 માર્ચે ઇન્દોર ખાતે તો ચોથી ટેસ્ટ 9 માર્ચે અમદાવાદમાં રમાશે. હાલ સમાચાર વહેતા થયા છે કે, શ્રેણીની અંતિમ ટેસ્ટમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનિસ (Anthony Albanese) અને ભારતના PM નરેન્દ્ર મોદી (Narendra Modi) હાજરી આપે તેવી સંભાવના છે. આ અંગે ગુજરાતી જાગરણ એક મોટી અપડેટ લઈને આવ્યું છે.

ટોસ પહેલાં ગ્રાઉન્ડ પર હશે ઓસ્ટ્રેલિયન PM
ગુજરાતી જાગરણને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, જે પ્રમાણે સિક્યુરિટી પ્રોટોકોલની વ્યસ્વ્સ્થા અને રિકવેસ્ટ કરવામાં આવી છે, તે પ્રમાણે કહી શકાય છે કે, ઓસ્ટ્રેલિયન PM મેચના ટોસ પહેલાં સવારે 8:45 વાગે ગ્રાઉન્ડ પર હાજર હશે. તેમજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચમાં હાજરી આપે તેની પ્રબળ સંભાવના છે.

naidunia_image
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1 લાખ 34 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

અમદાવાદ ખાતેની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
અમદાવાદ ખાતે ભારતીય ટીમ 1983થી લઈને અત્યારસુધીમાં કુલ 14 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતે 6 ટેસ્ટ જીતી છે, 2 ગુમાવી છે તો 6 ડ્રો રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારેય ટેસ્ટ રમાઈ નથી. અહીં બંને દેશ પહેલીવાર ટકરાશે.