Big Bash League 2022-23: ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર સ્ટીવ સ્મિથ (Steve Smith) કે જેને ટેસ્ટમાં બેસ્ટ બેટર કહેવામાં આવે છે. તેણે ટી-20 ક્રિકેટમાં પણ શાનદાર રમત દાખવવાનું શરુ કર્યું છે. બિગ બેશ લીગ (Big Bash League)માં સતત બે સદી ફટકાર્યા પછી પણ તેની આક્રમક બેટિંગ ચાલુ છે. હોબાર્ટ હરિકેન્સ વિરુદ્ધ ચાલી રહેલી મેચમાં સ્મિથે આક્રમક અંદાજમાં 22 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. મેચ દરમિયાન જ્યારે સ્ટિવ સ્મિથ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે લીગલ બોલ પર 16 રન ફટકાર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
આવી રીતે આવ્યા એક બોલમાં 16 રન
આજે BBLમાં 52મી મેચ રમાઈ રહી છે. હોબાર્ટ હરિકેન્સ અને સિડની સિક્સર્સની ટીમો આમને-સામને છે. હોબાર્ટ હરિકેન્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટીવ સ્મિથે સિડની સિક્સર્સ માટે ઓપનર તરીકે જોશ ફિલિપ્સ સાથે મેદાનમાં ઉતાર્યો. મેચની માત્ર બીજી ઓવર ચાલી રહી હતી, જેને જો એલ પેરિસ નાંખી રહ્યો હતો. પેરિસનો સામનો કરવા માટે સ્ટીવ સ્મિથ ક્રિઝ પર હતો. તેણે પ્રથમ બે બોલ પર કોઈ રન આપ્યો ન હતો. પરંતુ ત્રીજો બોલ નો બોલ તરીકે ફેંકવામાં આવ્યો હતો. આના પર સ્ટીવ સ્મિથે સિક્સર ફટકારી હતી. આ બોલની ગણતરી ન થઈ અને સિક્સ આવી. આ પછી આગળનો બોલ ફ્રી હિટ હતી.
https://twitter.com/BBL/status/1617439537416003585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1617439537416003585%7Ctwgr%5E74f96eaae5953ea36738c24c7ec68a1e1cdb574d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fsports%2Fcricket%2Fbbl-2023-amazing-spectacle-in-bbl-16-runs-scored-on-one-ball-video-of-steve-smith-dashing-innings-2023-01-23-924460
પેરિસે આ બોલને લેગ સ્ટમ્પની બહાર ફેંક્યો એટલે કે તે વાઈડ થઈ ગયો. આ બોલ એટલો દૂર હતો કે વિકેટ કીપર પણ તેને પકડી શક્યો ન હતો અને ચાર રન મેળવ્યા હતા. ચાર રન અને વાઈડ, પરંતુ ફ્રી હિટ હજુ બાકી હતી. કારણ કે નિયમ એવો છે કે ફ્રી હિટ બોલ લીગલ હોવો જોઈએ. આ પછી પેરિસ ફરીથી ત્રીજો બોલ લાવ્યો, આ ફ્રી હિટ પર સ્ટીવ સ્મિથે ચોગ્ગો ફટકાર્યો. એટલે કે પ્રથમ વખત નો બોલના સાત રન, છગ્ગો અને એક રન. બીજા બોલ પર પાંચ રન, એક ફોર અને વાઈડ. ત્રીજા બોલ પર ચાર. આ રીતે સાત, પાંચ અને ચાર મળીને કુલ 16 રન થયા. સ્ટીવ સ્મિથે આ ત્રણેય બોલનો સામનો કર્યો હતો.
સ્ટીવ સ્મિથ IPL 2023માં રહ્યો અનસોલ્ડ
બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર ક્રિકેટર IPL2023ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો છે. તે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો પછી તેને દિલ્હીની ટીમે ખરીદ્યો પછી તેને રિલિઝ કરવામાં આવ્યો અને આ વખતની હરાજીમાં તેને કોઈ ટીમે ખરીદ્યો નહીં. સ્ટિવ સ્મીથના આ પ્રદર્શનથી ટીમના સિલેક્ટરોનું ધ્યાન ફરીથી તેના તરફ આકર્ષાયું છે પરંતુ હવે કઈ થઈ શકે તેમ નથી.