Glenn Maxwell ODI Retirement: આજે ઓસ્ટ્રે્લિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વનડે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. તે છેલ્લે ઓસ્ટ્રેલિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમતો જોવા મળ્યો હતો. આ ટૂર્નામેન્ટ પછી સ્ટીવ સ્મિથે પણ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
? GLENN MAXWELL ANNOUNCED HIS RETIREMENT FROM ODIS. ?
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2025
- Thank you, Maxi. ❤️ pic.twitter.com/Gqz32dXO4Y
હાલમાં ગ્લેન મેક્સવેલ IPL 2025માં પંજાબ કિંગ્સ માટે રમતો જોવા મળ્યો હતો. પરંતુ ઈજાને કારણે થોડી મેચો પછી જ તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
ગ્લેન મેક્સવેલ 2015 અને 2023માં ઓસ્ટ્રેલિયા માટે વનડે વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે. મેક્સવેલે 149 વનડેમાં કુલ 3990 રન અને 79 વિકેટ ઝડપી હતી. 2023ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની તેની ડબલ સેન્ચુરી વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી શાનદાર ઈનિંગમાંની એક છે.
ગ્લેન મેક્સવેલે ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલીને તેની નિવૃત્તિ વિશે પહેલાથી જ જણાવી દીધું હતું. ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, 36 વર્ષીય મેક્સવેલે કહ્યું હતું કે, 'તે 2027ના વનડે વર્લ્ડ કપ સુધી રમી શકશે નહીં. મને લાગે છે કે મારા સ્થાને રહેલા લોકો માટે યોજના બનાવવાનો સમય આવી ગયો છે, તેમણે તેના પર કામ કરવું જોઈએ અને 2027 વર્લ્ડ કપ માટે તે સ્થાનને પોતાનું બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.'
