નવી દિલ્હી.
Australia vs South Africa 2nd Test: IPL 2023ના ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રલિયન પ્લેયર કેમરન ગ્રીન (Cameron Green)ને 17.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ ગ્રીન IPL ઈતિહાસનો બીજો સૌથી મોટો મોંઘો ખેલાડી બન્યો છે.
ફેન્સ ગ્રીનને IPLમાં રમતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલા જ તે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ગ્રીન હાલમાં ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં વ્યસ્ત છે. બોક્સિંગ-ડે ટેસ્ટના બીજા દિવસે 23 વર્ષીય ઓલરાઉન્ડરને એનરિચ નોર્તજેનો બોલ તેની આંગળી પર વાગ્યો હતો.
કેમેરોન ગ્રીનને રિટાયર્ડ હર્ટ થઈને સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન દક્ષિણ આફ્રિકા સામે સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, 'કેમરન ગ્રીનને આંગળીની ઈજામાં નાનું ફ્રેક્ચર થયું છે. તે મેલબોર્નમાં ફરી બેટિંગ કરશે, પરંતુ બોલિંગ નહીં કરે. ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પહેલા તેને સ્વસ્થ થવા માટે પૂરતો સમય મળશે.
કેમેરોન ગ્રીનના ચાહકોને આશા છે કે તે ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પહેલા ફિટ થઈ જશે જેથી તે આગળ જઈને આઈપીએલમાં રમી શકે. આઈપીએલ હરાજી દરમિયાન કેમેરોન ગ્રીન એક હોટ પ્રોપર્ટી હતી, તેણે પોતાની ઓલરાઉન્ડ પ્રતિભાથી ઘણી ફ્રેન્ચાઈઝીના દિલ જીત્યા હતા. ગ્રીનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, પરંતુ મુંબઈએ અન્ય ફ્રેન્ચાઈઝી કરતાં વધુ બોલી લગાવીને ગ્રીનને ખરીદ્યો હતો.
