IND A vs AUS A: ઓસ્ટ્રેલિયામાં પણ કેએલ રાહુલનો ફ્લોપ શો જારી, ઓપનિંગમાં ખરાબ પ્રદર્શન, ધ્રુવ જુરેલની શાનદાર બેટિંગ

India A vs Australia A: ભારતીય ટીમ આ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. 22 નવેમ્બરથી પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 07 Nov 2024 12:07 PM (IST)Updated: Thu, 07 Nov 2024 12:07 PM (IST)
aus-a-vs-ind-a-kl-rahul-abhimanyu-easwaran-sai-sudharsan-and-ruturaj-gaikwad-fail-in-four-day-match-against-australia-a

India A vs Australia A: ભારતીય ટીમ આ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. 22 નવેમ્બરથી પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે. તે પહેલા હાલ ભારત એ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. જેના પ્રથમ દિવસે ધ્રુવ જુરેલ સિવાય તમામ ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલ આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 11 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનિંગમાં અભિમન્યુ ઈશ્વરન શૂન્ય રને જ્યારે કેએલ રાહુલ માત્ર 4 રને બનાવી આઉટ થયો હતો.

ભારતીય ટીમ માટે માત્ર વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 2 સિક્સ અને 6 ફોરની મદદથી 80 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગની મદદથી ભારતીયે ટીમે પ્રથમ ઈનિંગમાં 161 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રોલિયાનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 53 રન છે.