Asia Cup Under-19: અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન નોંધપાત્ર ઇનિંગ રમી શક્યો ન હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 347 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં ભારતીય ટીમ ઘણી પાછળ રહી ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે અને પાકિસ્તાની બોલર અલી રઝા વચ્ચે જોરદાર ગરમા ગરમી જોવા મળી હતી, જેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આયુષ મ્હાત્રે અને પાકિસ્તાની ખેલાડી વચ્ચે દલીલ
અલી રઝા પાકિસ્તાન માટે ત્રીજી ઓવર ફેંકી રહ્યા હતા. આ દરમિયાન તેણે બીજા બોલે ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેને પેવેલિયન પાછો મોકલ્યો. આયુષે મિડ-ઓફ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ કેચ આઉટ થયો. ત્યારબાદ પાકિસ્તાની બોલરે આયુષને આઉટ કર્યા પછી ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, પાકિસ્તાની ખેલાડીએ આયુષને સાથે દુર્વ્યવહાર કર્યો, જેના કારણે હોબાળો મચી ગયો. પેવેલિયન પરત ફરતી વખતે આયુષ દુર્વ્યવહાર બાદ પાકિસ્તાની ખેલાડી તરફ પાછો ફરવા લાગ્યો. આ પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આખી ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Heated exchange between players during the U19 Asia Cup final#PAKvIND | #AsiaCup | #PakistanCricket
— Usman (@jamilmusman_) December 21, 2025
pic.twitter.com/T25vqkrySK
પાકિસ્તાન ચેમ્પિયન બન્યું
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા. હમઝા ઝહૂરે 14 બોલમાં 18 રન બનાવ્યા, જ્યારે સમીર મિન્હાસે 113 બોલમાં 172 રન બનાવ્યા. તેણે 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. અહેમદ હુસૈને પણ 72 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું. લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 26.2 ઓવરમાં ફક્ત 156 રન જ બનાવી શકી. આ મેચમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં.
આવું રહ્યું બોલર્સનું પ્રદર્શન
ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને સૌથી વધુ વિકેટ લીધી, જેમાં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓને આઉટ કર્યા. ખિલન પટેલે પણ બે વિકેટ લીધી. ભારત તરફથી કિશન સિંહે સૌથી વધુ રન આપ્યા, પાંચ ઓવરમાં 50 રન આપ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝા સૌથી સફળ બોલર રહ્યો, તેણે 6.2 ઓવરમાં 42 રન આપીને ચાર વિકેટ લીધી.
વૈભવ સાથે પણ કરી હતી માથાકૂટ
આઈપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશીને પણ અલી રેઝાએ આઉટ કર્યો. વૈભવની વિકેટ લીધા પછી પાકિસ્તાની ફાસ્ટ બોલરે ફરી એકવાર ઉશ્કેરણીજનક ઉજવણી કરી. 10 બોલમાં 26 રન બનાવીને આઉટ થયા બાદ વૈભવ પોતાની જાત પર ગુસ્સે થયો. આ દરમિયાન, અલી રેઝાની ઉજવણી જોઈને સામાન્ય રીતે શાંત વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન ગુસ્સે થઈ ગયો. વૈભવ પાછળ ફરીને, અલી રેઝા તરફ જોયું અને તેને તેનું સ્થાન બતાવવાનો સંકેત આપ્યો.
