Asia Cup 2025 Final: પાકિસ્તાન અંડર-19 ક્રિકેટ ટીમે એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમને 191 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. અગાઉ, ભારત અને પાકિસ્તાને 2012માં ટ્રોફી શેર કરી હતી. આ પાકિસ્તાનની પહેલી ટ્રોફી છે.
પાકિસ્તાને 347 રન બનાવ્યા હતા
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાને સમીર મિન્હાસના 172 અને અહેમદ હુસૈનના 56 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા. 348 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
137 રન ઉમેર્યા
પાકિસ્તાનની શરૂઆત સામાન્ય રહી, હમઝા ઝહૂર (18) 31 રન પર કેચ પાછળ આઉટ થયો. ત્યારબાદ સમીર મિન્હાસે ઉસ્માન ખાન સાથે 92 રનની ભાગીદારી કરી. ખિલાન પટેલે 17મી ઓવરમાં ઉસ્માન (35) ને આઉટ કર્યો. ચોથા નંબરે બેટિંગ કરતા અહેમદ હુસૈને સમીર સાથે 137 રન ઉમેર્યા. 38મી ઓવરમાં હુસૈન 72 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો.
સમીરનો બેટ બોલ્યું
પાકિસ્તાનને સમીરના રૂપમાં ચોથો ફટકો પડ્યો. બેવડી સદી તરફ આગળ વધતા સમીરે 113 બોલમાં 172 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. હુઝૈફા અહસાન અણનમ રહ્યો. કેપ્ટન ફરહાન યુસુફે 18 બોલમાં 19 રન બનાવ્યા. મોહમ્મદ શાયાને 7 અને અબ્દુલ સુભાને 2 રન બનાવ્યા. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ લીધી. હેનિલ પટેલ અને ખિલાન પટેલે 2-2 વિકેટ લીધી.
ભારતની ખરાબ શરૂઆત
ફાઇનલમાં મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અડધી ભારતીય ટીમ 10 ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. ભારતને પહેલો ઝટકો આયુષ મ્હાત્રેના રૂપમાં લાગ્યો હતો. ભારતીય કેપ્ટને 7 બોલમાં 2 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરતા એરોન જ્યોર્જે કેટલીક સારી બાઉન્ડ્રી ફટકારી. જોકે, તે પછી તેણે ખરાબ શોટ રમ્યો અને પાછળ કેચ આઉટ થયો. એરોઝે 9 બોલમાં 16 રન બનાવ્યા, જેમાં 4 બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે.
વૈભવ પણ નિષ્ફળ ગયો
ભારત જ્યારે 49 રન પર બે વિકેટ ગુમાવી રહ્યું હતું ત્યારે વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રાએ ભાગીદારી બનાવવાની જરૂર હતી. જોકે, ભારતે 49 રન પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. અલી રઝાએ વૈભવને ફસાવી દીધો. ઇનિંગની શરૂઆત ઝડપી શરૂ કરનાર વૈભવે 10 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે.
વાંચોઃ IND U19 vs PAK U19: આ ત્રીજી વખત છે વૈભવ સૂર્યવંશી, આ રીતે તો ભારત માટે રમવું મુશ્કેલ થઈ જશે!
સતત વિકેટ પડી
સાતમી ઓવરના છેલ્લા બોલ પર વિહાન (7) અબ્દુલ સુભાનના હાથે બોલ્ડ થયો. દસમી ઓવરમાં વેદાંત ત્રિવેદી 9 રન બનાવીને કેચ આઉટ થયો. ડ્રિંક્સ બ્રેક પછી, 13મી ઓવરમાં ભારતને છઠ્ઠો ફટકો પડ્યો. ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનાર અભિજ્ઞાન કુંડુ ફાઇનલમાં ફક્ત 13 રન બનાવી શક્યો. ભારતે 100 રનથી થોડી દૂર રહીને પોતાની સાતમી વિકેટ ગુમાવી દીધી. કનિષ્ક ચૌહાણે 23 બોલનો સામનો કર્યો અને 9 રન બનાવ્યા.
ત્યારબાદ ખિલાન પટેલે 19, હેનિલ પટેલે 6 અને દીપેશ દેવેન્દ્રને સૌથી વધુ 36 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝાએ 4 વિકેટ લીધી. મોહમ્મદ સૈયમ, અબ્દુલ સુભાન અને હુઝૈફા અહસાને 2-2 વિકેટ લીધી.
અંડર-19 એશિયા કપ જીતનાર ટીમો
- 1989: ભારત
- 2003: ભારત
- 2012: ભારત/પાકિસ્તાન
- 2013/14: ભારત
- 2016: ભારત
- 2017: અફઘાનિસ્તાન
- 2018: ભારત
- 2019: ભારત
- 2021: ભારત
- 2023: બાંગ્લાદેશ
- 2024: બાંગ્લાદેશ
