Ashutosh Sharma: આશુતોષ શર્માએ જીત પછી સ્વિચ હીટનો ઈશારો કોના માટે કર્યો હતો તેનો થયો ખુલાસો

Ashutosh Sharma, DC vs LSG IPL 2025: લખનૌ સામે દિલ્હીનો 1 વિકેટે વિજય થયો હતો. હારેલી મેચ દિલ્હી જીત્યું હતું.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 25 Mar 2025 04:29 PM (IST)Updated: Tue, 25 Mar 2025 04:30 PM (IST)
ashutosh-sharmas-switch-hit-action-for-kevin-pietersen-after-brilliant-knock-in-dc-vs-lsg-ipl-2025-match

Ashutosh Sharma, DC vs LSG IPL 2025: આઈપીએલની મેચમાં લખનૌના મોઢામાં આવેલા જીતનો કોળિયો દિલ્હીના બેટ્સમેન આશુતોષ શર્માએ છીનવી લીધો છે. આશુતોષ શર્માએ વિજયી છગ્ગો ફટકાર્યા પછી અલગ પ્રકારનું સેલિબ્રેશન કર્યું હતું. સાથે અલગ પ્રકારનો ઈશારા પણ કર્યા હતા. તે કોના માટે કર્યા હતા તે વાતનો ખુલાશો પણ થયો છે.

દિલ્હી સામે 210 રનનો ટાર્ગેટ હતો. 65 રનમાં 5 વિકેટ અને 113 રનમાં છ વિકેટ પડી ગઈ હતી. આવા સમયે 31 બોલમાં 66 રન બનાવી આશુતોષે દિલ્હીને જીત અપાવી હતી. આમ તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિજયી છગ્ગો ફટકાર્યા પછી આશુતોષે બેટથી સ્વિચ હિટ શોટની એક્શન કરી હતી.

હકિકતમાં આશુતોષે આ ઈશારો દિલ્હી કેપિટલ્સ ટીમના મેન્ટર કેવિન પીટરસન માટે કરી હતી. મોર્ડન ક્રિકેટમાં કેવિન પીટરસન સ્વિચ હિટનો કિંગ હતો. આમ કેવિન પીટરસન માર્ગદર્શન મુજબ બેટિંગ કરી આશુતોષે લખનૌના બોલરોની સ્થિતિ દયનિય કરી નાખી હતી. પોતાના ગુરુને ટ્રિબ્યુટ આપવા માટે તે ણે આ સેલિબ્રેશન કર્યું હતું. આશુતોષની આ બેટિંગથી કેવિન પીટરશન પણ અલગ ખુશીમાં જોવા મળ્યો હતો.