Ashutosh Sharma Net Worth: પહેલા પંજાબ, હવે દિલ્હી માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે મધ્ય પ્રદેશનો આ ખેલાડી; જાણો આશુતોષ શર્માની કુલ નેટવર્થ

IPL 2025માં DC અને LSGની મેચમાં દિલ્હીની ટીમ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતરેલો આશુતોષ શર્મા ટીમ માટે જીતનો હીરો રહ્યો હતો. ત્યારે જાણો આશુતોષ શર્માની કુલ નેટવર્થ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 25 Mar 2025 10:07 AM (IST)Updated: Tue, 25 Mar 2025 10:55 AM (IST)
ashutosh-sharma-net-worth-2025-income-ipl-earnings-assets-house-salary-luxury-lifestyle-career-car-collection

Ashutosh Sharma Net Worth 2025: આઈપીએલ 2025ની પ્રથમ રોમાંચક અને થ્રિલર મેચ 24 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જોવા મળી હતી. વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમે લખનૌને 1 વિકેટથી માત આપીને આ રોમાંચક મેચ જીતી લીધી હતી. ત્યારે આ મેચમાં દિલ્હીની ટીમ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતરેલો આશુતોષ શર્મા જીતનો હીરો રહ્યો હતો. ત્યારે જાણો આશુતોષ શર્માની કુલ નેટવર્થ.

આશુતોષ શર્માની કુલ સંપત્તિ

રિપોર્ટ્સ અનુસાર, આશુતોષ શર્માની અંદાજિત કુલ સંપત્તિ આશરે ₹5 કરોડ છે. જો કે, આ આંકડા સત્તાવાર નથી, તેમ છતાં આશુતોષની સંપત્તિનું મોટું સ્ત્રોત IPLમાંથી મળતી આવક છે. IPL 2025માં તેનો પગાર ₹3.8 કરોડ છે. આશુતોષનો રેલવેમાં પણ કરાર છે જ્યાં તે હાલમાં રમી રહ્યો છે.

આશુતોષ શર્મા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ

આશુતોષ શર્માને ફેરપ્લે સ્પોર્ટ્સ મેનેજ કરે છે, જેના દ્વારા તે દર મહિને આશરે ₹2-4 લાખ કમાય છે.

આશુતોષ શર્મા કાર અને બાઇક કલેક્શન

રિપોર્ટ્સ મુજબ, આશુતોષ શર્મા પાસે ટોયોટા યારિસ કાર અને રોયલ એનફિલ્ડ બાઇક છે.

કોણ છે આશુતોષ શર્મા?

આશુતોષ શર્મા મધ્ય પ્રદેશના રતલામના રહેવાસી અને એક પ્રતિભાશાળી ક્રિકેટર છે. 25 વર્ષીય આ ખેલાડીનું પૂરું નામ આશુતોષ રામબાબુ શર્મા છે. આશુતોષે પોતાની કારકિર્દી અંડર-16 અને અંડર-19 સ્તરે મધ્ય પ્રદેશ માટે રમીને શરૂ કરી હતી અને ત્યારબાદ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મધ્ય પ્રદેશ (MP) ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. તે રેલવે ટીમ માટે પણ રમી ચૂક્યો છે.

આશુતોષ શર્માએ 12 જાન્યુઆરી 2018ના રોજ 2017-18 ઝોનલ T20 લીગમાં મધ્ય પ્રદેશ માટે T20 ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 16 ઓક્ટોબર 2019ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં લિસ્ટ A ડેબ્યૂ કર્યું.

IPL 2025ના ઓક્શનમાં દિલ્હી ટીમે આશુતોષને ₹3.8 કરોડમાં ખરીદ્યો હતો. IPL 2024 દરમિયાન તે પંજાબ કિંગ્સનો ભાગ હતો અને 4 એપ્રિલ 2024ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે IPL ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે 17 બોલમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, આશુતોષે મુંબઈ ઇન્ડિયન્સ સામે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા.

આશુતોષ શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટ્સેમન છે. તેણે 2023માં અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.