Travis Head Record: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે એશિઝ ટેસ્ટ (Ashes Test) શ્રેણીની પહેલી મેચ પર્થના મેદાનમાં રમાઈ. આ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડના બેટમાંથી તોફાની ઇનિંગ્સ જોવા મળી. તેણે મેચની છેલ્લી ઇનિંગમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. ઓસ્ટ્રેલિયા મેચ જીતવા માટે 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટ્રેવિસ હેડે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો અને મેચ ઓસ્ટ્રેલિયા તરફી કરી દીધી. આ સાથે જ ટ્રેવિસ હેડે 123 વર્ષ જૂનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો.
ટ્રેવિસ હેડની રેકોર્ડબ્રેક સદી
ટ્રેવિસ હેડ આ મેચની પહેલી ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને પાંચમા નંબરે બેટિંગ કરતા તેણે ફક્ત 21 રન બનાવ્યા હતા. પરંતુ તેને છેલ્લી ઇનિંગ્સમાં ઓપનિંગ કરવાની તક મળી અને ટ્રેવિસ હેડે આનો ભરપૂર લાભ લીધો. ટ્રેવિસ હેડે શરૂઆતથી જ ઝડપી ગતિએ રન ફટકારવાનું શરૂ કર્યું અને પર્થ પણ મુશ્કેલ લાગતા ટાર્ગેટને આસાન બનાવી દીધો. ટ્રેવિસ હેડે માત્ર 36 બોલમાં જ પોતાની હાફ સેન્ચુરી પુરી કરી, જે એશિઝના ઈતિહાસમાં સંયુક્ત રુપે ત્રીજી સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી હતી. આ પછી પણ તે અટક્યો નહીં અને જોત જોતમાં જ પોતાની સેન્ચુરી પણ પૂર્ણ કરી દીધી.
ટ્રેવિસ હેડે પોતાના વિસ્ફોટક ફોર્મને ચાલુ રાખતા માત્ર 69 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારવાના સંદર્ભમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો. તો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ 5મી સૌથી ઝડપી સદી છે, જે એક રેકોર્ડ છે.
100 off just 69 balls! Travis Head, what an innings! #Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/oiV1QEneYp
— cricket.com.au (@cricketcomau) November 22, 2025
123 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
એશિઝ શ્રેણીના ઇતિહાસની વાત કરીએ તો આ બીજી સૌથી ફાસ્ટ સેન્ચુરી છે. તેણે ગિલ્બર્ટ જેસોપના રેકોર્ડને તોડ્યો છે. ગિલ્બર્ટ જેસોપે 1902માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 76 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. પરંતુ હેડ હવે તેમનાથી આગળ નીકળી ગયો છે. તો એશિઝમાં સૌથી ફાસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે છે. તેણે 2006-07 એશિઝમાં માત્ર 57 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.
ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર ઇનિંગની શરૂઆત કરી
આ મેચની એક મહત્વપૂર્ણ ખાસ વાત એ હતી કે ટ્રેવિસ હેડે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 10મી વખત ઓસ્ટ્રેલિયામાં એટલે કે પોતાના દેશમાં પહેલી વખત ઓપનિંગ કરવા આવ્યો હતો. પહેલી વખત તેને ઓપનરની ભૂમિકા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભજવી અને ઉત્કૃષ્ટ ઈનિંગ રમી હતી. ઓપનર તરીકે તેણે પોતાની ધરતી પર ભારે ધમાલ મચાવી, ઓસ્ટ્રેલિયન ટીમને વિજય અપાવ્યો. અગાઉ, તેણે એશિયન ધરતી પર નવ વખત ઓપનિંગ કરી હતી.
