Rohit Sharma confronts Umpire: ભારતીય બેટ્સમેન રોહિત શર્માની બેંગલુરુમાં રમાયેલી ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન અમ્પાયર વીરેન્દ્ર શર્મા સાથે રમૂજી વાતચીત સ્ટમ્પ માઈક પર કેદ થઈ હતી. આવું એટલા માટે થયું કારણ કે અફઘાનિસ્તાન સામેની આ T20 મેચમાં રોહિત શર્માનું ખાતું ચાર રનથી ખુલવાનું હતું, પરંતુ અમ્પાયરે તેને લેગ બાય જાહેર કર્યો હતો.
આ કારણે રોહિત શર્મા થોડો નાખુશ દેખાયો, પરંતુ તેમ છતાં મજાકના મૂડમાં હતો. અમ્પાયર સાથે દલીલ કરતી વખતે તેણે કહ્યું કે, યાર છેલ્લી બે મેચોથી ખાતું નથી ખોલ્યું અને અહીંયા પણ ચોક્કો થાઈ-પેડનો આપી દીધો.
આ પણ વાંચો
ઉલ્લેખનીય છે કે, આ ત્રણ મેચની T20 શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં પરત ફરેલો રોહિત પ્રથમ બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો અને બેંગલુરુમાં પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે ત્રીજી T20માં શાનદાર સદી ફટકારીને ટીકાકારોની બોલતી બંધ પણ કરી.
જો કે, પ્રથમ ઓવરમાં ફરીદ અહેમદ સામેના બીજા બોલનો સામનો કરીને, તેણે બોલને બાઉન્ડ્રીની પાર મોકલ્યો, પરંતુ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ તેને લેગ બાય તરીકે આપ્યો. આ પછી રોહિત શર્માએ અમ્પાયરને આ વિશે પૂછ્યું.
?Agree to disagree! ?
— JioCinema (@JioCinema) January 17, 2024
Skipper Rohit Sharma pleads his case to the umpire for a turned-down boundary! ?#GiantsMeetGameChangers #JioCinemaSports #INDvAFG #IDFCFirstBankT20ITrophy pic.twitter.com/vGmrtQgtjh
રોહિતે અમ્પાયર વીરેન્દ્ર શર્માને કહ્યું, "અરે વીરુ થાઈ-પેડનો લેગ બાય આપ્યો શું પહેલા બોલે? તે બાદ અમ્પાયરનો અવાજ આવે છે તો રોહિત જવાબમાં કહે છે કે, "ઇતના બડા બેટ લગા ભાઈ. એક તો ઇધર 2 ઝીરો હો ગયા હૈ." રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
